૨૪ કલાકમાં ૧૩,૫૯૬ નવા કેસ, ૧૬૬નાં મોત

213

એક્ટિવ કેસની સંખ્યામાં થયેલો ઘટાડો : અત્યાર સુધીમાં ૩ કરોડ ૩૪ લાખ ૩૯ હજાર ૩૩૧ લોકો કોવિડથી ઠીક થઇ ડિસ્ચાર્જ થઇ ગયા છે
નવી દિલ્હી, તા.૧૮
દેશમાં કોરોના સંક્રમણની ત્રીજી લહરની આશંકા ઓછી થતી લાગે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર ગત ૨૪ કલાકમાં ૧૩,૫૯૬ નવાં કેસ આવ્યાં છે. તો આ દરમિયાન ૧૬૬ લોકો કોવિડ સામે જીંદગીનો જંગ હારી ગયા છે. આ સમયમાં ૧૯ હજાર ૫૮૨ લોકો ડિસ્ચાર્જ થઇ ઘરે આવી ગયા છે. મંત્રાલય અનુસાર દેશમાં હાલમાં ૧ લાખ ૮૯ હજાર ૬૯૪ દર્દીઓનું ઇલાજ ચાલુ છે. અત્યાર સુધીમાં ૩ કરોડ ૩૪ લાખ ૩૯ હજાર ૩૩૧ લોકો કોવિડથી ઠીક થઇ ડિસ્ચાર્જ થઇ ગયા છે. તો અત્યાર સુધીમાં ૩ કરોડ ૩૪ લાખ ૩૯ હજાર ૩૩૧ લોકો કોરોનાથી ઠીક થઇ ડિસ્ચાર્જ થઇ ગયા. જોકે, કોવિડને કારણે ૪ લાખ ૫૨ હજાર ૨૯૦ લોકોનું મોત થઇ ગયુ છે. તો અત્યાર સુધીમાં ૯૭ કરોડ ૭૯ લાક ૪૭ હજાર ૭૮૩ લોકોને વેક્સીન લાગી ગઇ છે. જેમાં ૧૨ લાખ ૫ હજાર ૧૬૨ લોકોને રવિવારે વેક્સીન લગાવવામાં આવી છે. ગુજરાતમાં ૧૦ નવાં કોરોનાનાં કેસ નોંધાયા- ગુજરાતમાં રવિવારે કોરોનાનાં ૧૦ નવાં કેસ નોંધાયા છે. જે સાથે કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૮,૨૬,૨૯૦ રૂપિયા થઇ ગયા છે. સ્વાસ્થ્ય બુલેટિનમાં આપવામાં આવેલી જાણકારી મુજબ રાજ્યમાં ૮,૧૫,૯૯૭ લોકો રિકવર થયા છે. આ સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૨૦૭ છે. પંજાબમાં કોરોનાનાં ૨૭ નવાં કેસ સામે આવ્યાં- પંજાબમાં રવિવારે કોરોના સંક્રમિતોની સંખ્યા ૬,૦૨,૦૩૫ થઇ ગઇ છે. સ્વાસ્થ્ય બુલેટિનમાં આ જાણકારી આપવામાં આવી છે. રાજ્યમાં ફાજિલ્કા જિલ્લામાં સંક્રમણથી એક વ્યક્તિનું નિધન થયુ છે. જેનાંથી મૃત્યુઆંક વધીને ૧૬,૫૪૪ થઇ ગયો છે. કુલ મૃતકોની સંખ્યામાં તે બે દર્દીઓનું નિધન પણ શામેલ છે જેમનો રિપોર્ટ પહેલાં આવ્યો ન હતો. તેથી કૂલ ૩નાં મોત થયા છે. ૨૭ નવાં કેસમાં મોહાલીમાં સાત અને લુધિયાના અને પટિયાલામાં ચાર ચાર કેસ આવ્યાં છે. રાજ્યમાં હાલમાં ૨૨૭ એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં ૧૭૧૫ નવાં કેસ, ૨૯નાં મોત- મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના વાયરસથી ૧૭૧૫ નવાં કેસ સામે આવ્યાં છે. જેનાંથી રાજ્યમાં સંક્રમણનાં કૂલ કેસ ૬૫,૯૧,૬૯૭ થઇ ગયા છે. રાજ્યમાં સંક્રમણથી ૨૯ લોકોનાં મોત થયા છે આ સાથે જ મૃતાંક ૧,૩૯,૭૮૯ થઇ ગયો છે. સ્વાસ્થ્ય વિભાગે આ માહિતી જાહેર કરી છે. ગત ૨૪ કલાકમાં ૨૬૮૦ રોગીઓ સ્વસ્થ થયા છે. જેથી અત્યાર સુધીમાં કોરનાથી સ્વસ્થ થયેલાંનો આંક ૬૪,૧૯,૬૭૮ પહોંચી ગયો છે. રાજ્યમાં ઠીક થવાનો દર ૯૭.૩૯ ટકા છે. અને મૃતક દર ૨.૧૨ ટકા છે. રવિવારનાં ૧,૧૦,૪૬૫ લોકોની તપાસ કરવામાં આવી જેથી રાજ્યમાં અત્યાર સુધીમાં કૂલ ૬,૧૦,૨૦,૪૬૩ લોકોની તપાસ થઇ છે. મહારાષ્ટ્રમાં હાલમાં ૨૮,૬૩૧ સક્રિય કેસ છે. મુંબઇમાં ગત ૨૪ કલાકમાં વાયરસને કારણે કોઇનું નિધન થયુ નથી. પણ નવાં ૩૬૬ કેસ સામે આવ્યાં છે.

Previous articleચીનની ચાલબાજીથી વિશ્વભરમાં હોબાળો થયો
Next articleરામ રહિમ સહિત પાંચને આજીવન કેદની સજા કરાઈ