મહુવા-સુરત સ્પેશિયલ ટ્રેનમાં નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં વધારાના કોચ લાગશે

589

યાત્રિયોની માંગ અને સગવડને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા નવેમ્બર 2021 ના પ્રથમ સપ્તાહમાં ટ્રેન નંબર 09050/09049 મહુવા-સુરત-મહુવા સ્પેશિયલમાં પાંચ સ્લીપર અને એક સેકન્ડ સીટિંગ કોચની લગાડવામાં આવશે. તે મુજબ મહુવાથી ટ્રેન નં. 09050 મહુવા – સુરત સ્પેશિયલ માં 31 ઓક્ટોબર, 2021 થી 08 નવેમ્બર, 2021 (દર ગુરુવાર અને શનિવાર સિવાય) અને સુરતથી ટ્રેન નં. 09049 સુરત-મહુવા સ્પેશ્યલમાં 30 ઓક્ટોબર, 2021 થી 7 નવેમ્બર, 2021 (બુધવાર અને શુક્રવાર સિવાય) આ દરમિયાન પાંચ સ્લીપર અને એક સેકન્ડ બેઠક સહિત કુલ છ અતિરિક્ત કોચ લગાડવામાં આવશે. આ વિશેષ ટ્રેનના હોલ્ટ, રચના અને સમય કોષ્ટક સંબંધિત વિગતવાર માહિતી માટે, યાત્રી કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય સ્થળે કોવિડ -19 સંબંધિત નિયમો અને એસઓપીનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે. તેમ વરિ.મંડલ વાણિજ્ય પ્રબંધક માશૂક અહમદએ જણાવ્યું હતું.

Previous articleભીકડા કેનાલના દરવાજા ફરી ખોલાતા ભાવનગર શહેર મધ્યે આવેલું બોરતળાવ છલકાયુ
Next articleપ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નથી સન્માનિત કરવા પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ પ્રધાનમંત્રીને લખ્યો પત્ર