શહેરના તળાજા જકાતનાકા વિસ્તારમાં આવેલ એક મિઠાઈ ની દુકાનને તસ્કરોએ ટાર્ગેટ કરી દુકાનના શટર તોડી રોકડ રકમ તથા અન્ય ચિઝવસ્તુઓ મળી કુલ રૂ ૭૫ હજારથી વધુ ની રકમની ચોરી કર્યાની વિગતો જાણવા મળી છે. સમગ્ર બનાવ અંગે શહેરના તળાજા જકાતનાકા થી આગળ તળાજા રોડપર કામીનીયાનગર વિસ્તારમાં આવેલી પંડ્યા મિઠાઈ નામની દુકાનને મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ નિશાન બનાવી શટર તોડી દુકાનના કાઉન્ટર માં રાખેલ રોકડ રકમ તથા મિઠાઈ સહિત અન્ય સરસામાન મળી કુલ રૂ,૭૫ હજારથી વધુ ની રકમનો દલ્લો ઉઠાવી અજાણ્યા શખ્સો ફરાર થઈ જતાં દુકાન ધારકે ભરતનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ અંગે પોલીસે સીસીટીવી કેમેરા ના ફોટેજ આધારે તપાસ હાથ ધરી હતી.