છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૪ સંક્રમિતોના મોત થયા : એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧,૮૧,૧૧૮પર પહોંચી છે, દેશમાં ૨૩૧ દિવસ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા છે
નવી દિલ્હી, તા.૧૯
દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરીથી ઘટ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૧૩,૦૫૮ નવા કેસ નોંધાયા છે અને ૧૬૪ સંક્રમિતોના મોત થયા છે. જ્યારે ૧૯,૪૭૦ દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧,૮૧,૧૧૮પર પહોંચી છે. દેશમાં ૨૩૧ દિવસ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા છે, જ્યારે એક્ટિવ કેસ ૨૨૭ દિવસની નીચલી સપાટીએ છે. દેશમાં અત્યાર સુધીમાં ૯૮,૬૭,૬૯,૪૧૧ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. કોરોનાનાનું સંક્રમણ ફરી ધીમી ગતિ વધી રહ્યું છે ત્યારે દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર થોડા સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર થોડા સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -૧૯ માર્ગદર્શિકા જાહેર કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા થોડા સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર દિવાળી, ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.