રાજુલા, જાફરાબાદ, ખાંભાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેરના પ્રયાસથી જાફરાબાદ તાલુકાના વઢેરા ગામનો ઘણા સમયથી પડતર પડેલ પ્રશ્ન હલ કરવા માટે તુરંત મોટા પાણીના તળાવનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. જાફરાબાદ કોંગ્રેસના આગેવાન પ્રવિણભાઈ બારૈયા, વઢેરા ગામના સરપંચ કાનાભાઈ વાઘેલા, ઉપસરપંચ લક્ષ્મણભાઈ બાંભણીયા, મંગાભાઈ બાંભણીયા સહિત ઉપસ્થિત રહ્યાં હતા.