પાલિતાણા તાલુકાના હત્ગીરી જાળીયા ખાતે રહેતા ગોરધનભાઈ ઠાકરશીભાઈ ખાનપરાનું ગત તા. ૮ એપ્રિલના રોજ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયેલ જેની આજ સુધી હજુ ક્રોઈ કડી મળેલ નથી જેનાં કારણે મૃતકનો પરિવાર ભાંગી પડેલ હોય ત્યારે આ બનાવ સંદર્ભે સ્થાનિક પોલીસ દ્વારા નિષ્પક્ષ રીતે તપાસ કરવા તળાજા ઓમકારા યુવા ગૃપ તથા મામા મિત્ર મંડળના સભ્યો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.