દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪,૬૨૩ નવા કેસ નોંધાયા

92

દેશમાં નોંધાયેલા કુલ કેસમાંથી ૫૦ ટકાથી વધુ કેરળમાં : ૧૯૭ સંક્રમિતોના મોત : ૧૯,૪૪૬ દર્દીએ કોરોનાને મ્હાત આપી : એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧,૭૮,૦૯૮
નવી દિલ્હી, તા.૨૦
દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ઘટી રહ્યા છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૧૪,૬૨૩ નવા કેસ નોંધાયા છે અને ૧૯૭ સંક્રમિતોના મોત થયા છે. જ્યારે ૧૯,૪૪૬ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧,૭૮,૦૯૮ પર પહોંચી છે. દેશમાં ૨૪ કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં ૭૬૪૩ નવા કેસ અને ૭૭ લોકોના મોત થયા છે. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. દેશમાં અત્યાર સુધીમાં ૯૯,૧૨,૮૨,૨૮૩ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ૪૧,૩૬,૧૪૨ લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. કોરોનાનાનું સંક્રમણ ફરી ધીમી ગતિ વધી રહ્યું છે ત્યારે દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર થોડા સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર થોડા સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -૧૯ માર્ગદર્શિકા જાહેર કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા થોડા સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર દિવાળી, ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.

Previous articleઉત્તરાખંડમાં આકાશી આફતથી અત્યાર સુધીમાં ૪૬ના મોત
Next articleઅમરિંદર સિંહે પંજાબમાં નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી