મહુવાની ત્રિ.વૃ.પારેખ પ્રા.શાળા નં.૬ના વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિ અંતર્ગત શાળાના શિક્ષક હરેશભાઈ વળિયાના ઉત્તમ વિચારને વાચા આપી આઈસ્ક્રીમના ખોખામાંથી સુંદર પક્ષીઘર તૈયાર કરેલ. સાથોસાથ શાળાના આચાર્ય વિજયભાઈ વાઘેલા અને સી.આર.સી.કો.ઓર્ડિનેટર રમેશભાઈ સેંતાના માર્ગદર્શન નીચે પક્ષીઓ માટે પાણીના કુંડાઓ મંગાવી શાળાની આસપાસના વિસ્તારમાં વિદ્યાર્થીઓએ ઘરેઘરે જઈ પક્ષીઘર, પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરેલ.