ટોપ થ્રી સર્કલ નજીક આવેલ પાન અને ડેરી પાર્લરમાં તસ્કરો ત્રાટક્યા

110

શહેરના ટોપ થ્રી નજીકમાં આવેલી દુકાનમાં રાત્રીના સુમારે તસ્કરો ત્રાટક્યા હતાં. દુકાનમાં પ્રવેશ કરી રોકડ રકમ, મોબાઇલ, બ્લૂટૂથ સહિતની માલમત્તાની ચોરી કરી તસ્કરો નાસી છુટ્યા હતાં.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના તળાજા જકાતનાકા, ટોપ થ્રી સર્કલ પાસે પલ્સ હોસ્પિટલની સામે આવેલા ખુશી પાન અને ડેરી પાર્લરમાં વહેલી સવારના સુમારે કોઇ અજાણ્યા તસ્કરોએ દુકાન ઉપરના સિમેન્ટના પતરા તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલો એક મોબાઈલ, બ્લૂટૂથ તથા રોકડ અંદાજે રૂ. ૫,૫૦૦ની ચોરી કરી નાસી છુટ્યા હતાં. આ દુકાન શૈલેષભાઇ ગીરજાશંકરભાઇ જાનીની હોવાનું જાણવા મળી રહ્યું છે. વેપારીએ સવારે દુકાન ખોલતા પોતાની દુકાનમાં ચોરી થઇ હોવાનું માલુમ પડતા તેમણે પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળ દોડી ગયો હતો. સીસીટીવી ફુટેજ તપાસ કરતા વહેલી સવારે કોઇ અજાણ્યા શખ્સ દુકાનમાં પ્રવેશી ચોરી કરી હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે આ દિશામાં તપાસ હાત ધરી તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.

Previous articleબોટાદ જિલ્લામાં ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સીનનો શુભારંભ
Next articleવિડીયો પર ટિપ્પણી થતાં ભડકી મલાઈકા