મુંબઇ,તા.૨૧
હિટમેન રોહિત શર્મા રવિવારે પાકિસ્તાનની વિરૂધ્ધ દુબઇમાં મેદાન પર ઉતરતા જ ભારત તરફથી સતત સાત ટી ટવેન્ટી વિશ્વકપ રમનાર પહેલો ખેલાડી બની જશે વર્ષ ૨૦૦૭માં પહેલો ટી ટવેન્ટી વિશ્વકપ જીતનાર ટીમ ઇન્ડિયાનો એક માત્ર સભ્ય રોહિત પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની (૬ વિશ્વકપ)ને પાછળ પાડી દેશે. જો કે ધોની આ વખતે પણ ટીમની સાથે ખેલાડી નહીં પરંતુ માર્ગદર્શકના રૂપમાં રહેશે રોહિત શર્મા ધોની (૩૩)ના સૌથી વધુ વિશ્વકપ મેચ રમવાનો રેકોર્ડ પણ તોડી દેશે રોહિત શ્ર૨૮) તેનાથી છ પગલા દુર છે ધોનીએ તમામ મેચ સુકાનીના રૂપમાં રમી છે તેમાંથી માહીએ ૨૦માં જીત અને ૧૧માં હાર હાંસલ કરી છે રોહિત શર્માએ ૬૭૩ રન બનાવ્યા છે. જેમાં છે અર્ધ સદી છે વિરાટ બાદ સૌથી વધુ રન બનાવવામાં તે બીજા નંબર પર છે રોહિત ઉપરાંત છ અન્ય ક્રિકેટર પણ સાતમો વિશ્વ કપ રમી રહ્યાં છે તેમાં બાંગ્લાદેશના ત્રણ સૌથી વધુ શાકિબ,મુશફિકુર રહીમ,મહમુદુલ્લા), વેસ્ટ ઇન્ડિઝ (ગેલ,બ્રાવો) બે અને પાકિસ્તાન શોએબ મલિક સામેલ છે. રોહિત શર્માએ વિશ્વકપમાં ૨૮ મેચોમાં ૨૪ સિકર મારી છે તે ભારત તરફથી સૌથી વઘુ સિકસર લગાવનાર યુવરાજસિંહ ( ૩૩ સિકસર)ના રેકોર્ડથી ફકત ૧૦ અંક દુર છે.
રોહિત આંતરરાષ્ટ્રીય ટી ટવેન્ટીમાં ૩૦૦૦ રન પુરા કરવાથી ૧૩૬ રન દુર છે. તેણે ૧૧૧ મેચોમાં ૨૮૬૪ રન બનાવ્યા છે. વિશ્વકપ દરમિયાન તે આ ઉપલ્ધિ હાંસલ કરનાર બીજો ભારતીય બની જશે હાલ સુકાની કોહલી ૩૧૫૯ રન કરી ચુકયો છે.રોહિત ૧૦૦ કે તેનાથી વધુ ટી ટવેન્ટી રમનાર દેશનો એકમાત્ર ક્રિકેટર છે.