સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરાયો

100

દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને કેન્દ્રની ભેટ : કેન્દ્રીય કર્મચારીઓને હવે ૩૧ ટકા મોંઘવારી ભથ્થું મળશે, એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તેનો લાભ મળશે
નવી દિલ્હી, તા.૨૧
કેન્દ્ર સરકારે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને આનંદના સમાચાર આપ્યા છે, એટલે દિવાળી પહેલા એક મોટી જાહેરાત થઈ છે. સરકારે દિવાળી ભેટ તરીકે સરકારી કર્મચારીઓને તેમના મોંઘવારી ભથ્થા (ડેરનેસ એલાઉન્સ) માં ૩ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આનો અર્થ એ થયો કે કેન્દ્રીય કર્મચારીઓને હવે ૩૧ ટકા મોંઘવારી ભથ્થું મળશે. એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને તેનો લાભ મળશે.૧કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ મોંઘવારી ભથ્થામાં નવો વધારો આ વર્ષે ૧ જુલાઈથી લાગૂ પડશે. અગાઉ જુલાઈમાં સરકારે મોંઘવારી ભથ્થું (ડીએ વધારો) ૧૧ ટકા વધારીને ૨૮ ટકા કર્યો હતો. તે પછી હવે તેમાં ૩ ટકાનો વધારો કરાયો છે. આ કારણે હવે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ૩૧ ટકા ડીએ મળશે. સરકારની આ જાહેરાતથી ૪૭.૧૪ લાખ કેન્દ્રિય કર્મચારી અને ૬૮.૬૨ લાખ પેન્શર્સે ફાયદો મળશે. દિવાળીના અવસર પર કરવામાં આવેલી જાહેરાતથી સરકારને વર્ષે ૯,૪૮૮ કરોડ રૂપિયાનો બોજો પડશે.શ્રમ મંત્રાલયે તાજેતરમાં જૂન, જુલાઇ અને ઓગસ્ટ માટે ઓલ ઈન્ડિયા કન્ઝ્‌યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (એઆઈસીપીઆઈ) ડેટા જાહેર કર્યો છે. ઓગસ્ટમાં બહાર પાડવામાં આવેલ એઆઈસીપીઆઈ ઈન્ડેક્સ દર્શાવે છે કે તે ૧૨૩ પોઈન્ટ સુધી પહોંચી ગયો છે. ઇન્ડેક્સ જેટલો ઉંચો વધે છે, તેટલી મોંઘવારીનું સ્તર ઉંચુ સૂચવે છે. જેના કારણે કેન્દ્ર સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ) ની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારના લાખો સરકારી કર્મચારીઓને સરકારે દિવાળીના તહેવારો પહેલા જ દિવાળી ગિફ્ટ આપી છે. કેન્દ્રીય કેબિનેટે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કર્યો છે. જેનાથી પચાસ લાખ જેટલા સરકારી કર્મચારીઓને ફાયદો થશે. સરકાર દ્વારા હજી સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે. મોંઘવારી ભથ્થુ કર્મચારીઓને વેતનના આધારે આપવામાં આવતુ હોય છે. શહેરી, અર્ધ શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં નોકરી કરતા કર્મચારીઓ માટે અલગ અલગ મોંઘવારી ભથ્થુ હોય છે. તેની ગણતરી મૂળ પગાર પર થાય છે. મોંઘવારી ભથ્થુ ગણવા માટે એક ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. જે બજારમાં મોંઘવારીના પરિબળોને ગણતરીમાં લે છે. દેશમાં જે રીતે મોંઘવારી વધે તેના આધારે સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ આપવામાં આવતુ હોય છે. જેનો લાભ કેન્દ્ર સરકારના, પબ્લિક સેક્ટરના કર્મચારીઓ તેમજ પેન્શનરોને મળતો હોય છે. ભારતમાં મોંઘવારી ભથ્થુ આપવાની શરૂઆત ૧૯૭૨થી કરાઈ હતી. જેની શરૂઆત મુંબઈથી થઈ હતી અ્‌ને પછી આખા દેશમાં તે લાગુ કરાયું હતું.

Previous articleભારતે ૧૦૦ કરોડ લોકોને રસીકરણ કરી ઈતિહાસ રચ્યો
Next articleવિરોધનો અધિકાર પણ રસ્તા જામ ન કરી શકાય : સુપ્રીમ