ભાવનગરના પશ્ચિમ ઝોનની મહાદેવ પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો, મેયર સહિતના હોદેદારો હાજર રહ્યા

130

આગામી દિવસોમાં કુલ ચાર સેવાસેતુ કાર્યક્રમ યોજાશે
ભાવનગર શહેરમાં પ્રથમ સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત શહેરના પશ્ર્ચિમ ઝોન આખલોલ જકાતનાકા સામે આવેલ મહાદેવનગર સ્થિત પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો જેમાં મેયર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. શહેરમાં આગામી દિવસોમાં કુલ ચાર સેવાસેતુ કાર્યક્રમ યોજાનાર હોય જેમાં સૌપ્રથમ શરૂઆત મેયરના વોર્ડ ચિત્રા-ફૂલસર,નારીવોર્ડ થી કરવામાં આવી હતી વહિવટી કામગીરી ઉપરાંત જેતે વિસ્તારમાં નાનાં મોટાં લોક પ્રશ્નોના ઉકેલ માટે સેવાસેતુ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે.

જેમાં એક જ સ્થળપર આધારકાર્ડ, ક્રિમિલીયર સર્ટી રેશનકાર્ડ માં સુધારા-વધારા સહિતના પ્રશ્નો નું સ્થળપર જ નિરાકરણ લાવવામાં આવે છે આજના પ્રથમ સેવાસેતુ કાર્યક્રમ માં મેયર કિર્તિબેન દાણીધારિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરૂભાઈ ધામેલીયા, ડેપ્યુટી મેયર કુમારશાહ સહિતના હોદ્દેદારો ઉપરાંત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને મુલાકાતીઓ ને જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું હવે પછીનો સેવાસેતુ કાર્યક્રમ પૂર્વ ઝોનમાં યોજાશે.

Previous articleસંગઠનને વધુ મજબૂત બનાવવા માટે ભાજપની કવાયત, ભાવનગરમાં પ્રશિક્ષણ વર્ગ યોજાયો
Next articleરાણપુર 108 એમબ્યુલન્સની ટીમે નવજાત શિશુ ને કૃત્રિમ શ્વાસ આપી જીવન દાન આપ્યુ