બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામ થી રાણપુર 108 ને ઇમરજન્સી ડોક્ટર પારૂલબેન એ કોલ કરી 108 ની મદદ માટે કોલ કરેલ.કોલ મળતા 108 નો સ્ટાફ નાગનેશ ગામે ઘટના સ્થળે પહોંચી ગયેલ.જેમાં 108 ના ઇએમટી હમીદભાઈ મતવા ઘટના સ્થળે જય ને બાળક ને તપાસ કરતા માલુમ પડેલ કે બાળક ના હદય ના ધબકારા અને ઓકસીજન લેવલ ઓછુ જણતા અમદાવાદ હેડ ઓફિસ સ્થીત ERCPડોક્ટર રાકેશભાઈ ના માર્ગદર્શન પ્રમાણે CPR અને BVM મશીન થી કૃત્રિમ શ્વાસ આપવા નુ જણાવેલ એ પ્રમાણે એમબ્યુલન્સ માં સારવાર અને કૃત્રિમ શ્વાસ આપતા નાગનેશ થી બોટાદ અંકુર હોસ્પિટલમાં સહી સલામત દાખલ કરેલ.જ્યા બાળક ના સગા એ 108 રાણપુર ના સ્ટાફ હમીદભાઈ અને લલિતભાઈ મઢવી નો તથા 108 ની સેવા નો આભાર વ્યકત કર્યો હતો…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર