રાજ્યકક્ષાની સ્પર્ધામાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના વિધાર્થીઓએ મેદાન માર્યું

111

“આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત કે.સી.જી.,અમદાવાદ ખાતે “રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત, સંકલન, ગીત, લોકગીત, કાવ્ય પર રાજ્યકક્ષાએ સ્પર્ધા યોજવામાં આવી હતી,જે અંતર્ગત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના વિધાર્થીઓ પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવી ભાવનગર યુનિ.નું ગૌરવ વધાર્યું હતું.

“રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત, સંકલન, ગીત, લોકગીત, કાવ્ય” પર રાજ્યકક્ષાએ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં અલગ અલગ 42 યુનિવર્સિટીનાં 122 સ્પર્ધોકોએ ભાગ લીધેલ હતો, જેમાંથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી,ભાવનગરનાં ત્રણ વિદ્યાર્થીઓ પણ ભાગ લીધેલ હતો. જેમા સમગ્ર ગુજરાતમાં રાજ્યગુરુ કૃપાલી દિલીપભાઈ (ગુજરાતી સાહિત્ય-ભાષા ભવન, મ.કૃ.ભાવ.યુની.,ભાવનગર) પ્રથમ ક્રમાંક અને કુવાડિયા અનુરાધા ભુપતભાઈ (કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજ – ભાવનગર) દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી ભાવનગરનું નામ રોશન કર્યું હતું. જેમાં ગુજરાત સરકાર તરફથી રોકડ પુરસ્કાર પ્રથમ ક્રમાંક મેળવનારને રૂ.11 હજાર અને દ્વિતીય ક્રમાંક મેળવનારને રૂ.7,500 આપી સન્માનિત કર્યા હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે કુલપતિ ડૉ.મહિપતસિંહ ચાવડા, શારીરિક શિક્ષણ નિયામક ડૉ.દિલીપસિંહ ગોહિલ અને મરીન સાયન્સનાં અધ્યક્ષ પ્રો.ઇન્દ્રભાઇ ગઢવી કે.સી.જી.,અમદાવાદ ખાતે ગયેલ હતાં. તેમજ ટીમ મેનેજર તરીકે વી.એમ.સાકરિયા મહિલા કોલેજનાં પ્રોફેસર જયશ્રીબેન સોરઠીયાએ પણ સેવા આપી હતી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સીટી સમગ્ર કર્મચારી પરિવારએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

Previous articleરાણપુર 108 એમબ્યુલન્સની ટીમે નવજાત શિશુ ને કૃત્રિમ શ્વાસ આપી જીવન દાન આપ્યુ
Next articleકુંભારવાડા પ્લાસ્ટીક વેસ્ટ કારખાનામાં લાગેલી આગને ફાયર બ્રિગેડે ૮૦ હજાર લીટર પાણી છાંટીને બુઝાવી