ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ૪ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના લંગાળા ગામે વહેલી સવારે ચેકિંગ ડ્રાઈવ પર ગયેલી પીજીવીસીએલ ની ટીમ પર ચાર વ્યક્તિ ઓએ હુમલો કરી અધિકારીઓ ને ઈજાગ્રસ્ત કરતાં ચાર શખ્સો વિરુદ્ધ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર બનાવ અંગે ઉમરાળા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ધોળા સબ ડીવીઝન હેઠળ આવતા લંગાળા ગામે આજરોજ વહેલી સવારે પીજીવીસીએલ ની ટીમ ચેકિંગ ડ્રાઈવ સબબ પહોંચી હતી જેમાં એક ગ્રાહક ના ઘરે ચેકિંગ માટે જતાં દલસુખ કેરાસીયા ગીલા ચાડ રમેશ ડાંગર તથા ભૂપી દરબાર નામનાં શખ્સોએ ગેરકાયદે મંડળી રચી અધિકારીઓ ની ફરજમાં રૂકાવટ ઉભી કરી અહીં કોઈ ચેકિંગ કરવાનું નથી તેમ જણાવી ટીમને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડાના ધોકા વડે હુમલો કરી અધિકારીઓ ને ઈજા પહોંચાડી હતી આથી રાજુ લાભુભાઈ રૂપારેલીયા નાયબ ઈજનેર પીજીવીસીએલ વાળાએ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં દલસુખ કેરાસીયા ગીલા ચાડ રમેશ ડાંગર તથા ભૂપી દરબાર વિરૂધ અલગ અલગ કલમ હેઠળ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.