વેક્સિનેશનના દેશમાં ૧૦૦ કરોડ ડોઝની સિદ્ધિ પર મોદીનું દેશને સંબોધન : વેક્સિનેશન છતાં માસ્ક પહેરવાનું ચાલુ રાખવા લોકોને વડાપ્રધાનની અપીલ ભારતે વિજ્ઞાનની મદદથી વેક્સિનેશનના લક્ષ્યાંકને પાર પાડ્યો : વડાપ્રધાન મોદી
નવી દિલ્હી, તા.૨૨
કવચ ગમે તેટલું સારું હોય, કવચ કેટલું પણ આધુનિક હોય, કવચથી રક્ષણની સંપૂર્ણ ગેરંટી હોય તો પણ જ્યાં સુધી યુદ્ધ ચાલી રહ્યું છે શસ્ત્રો નાખવાના નથી. હું વિનંતી કરું છું કે આપણે આપણા તહેવારોની ખૂબ કાળજી સાથે ઉજવણી કરવી જોઈએ, એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધતાં કહ્યું હતું. મોદીએ કહ્યું કે, નમસ્કાર, મારા પ્રિય દેશવાસીઓ ૨૧ ઓક્ટોબરના રોજ ભારેત ૧૦૦ કરોડ વેક્સીન ડોઝ આપવાનું મુશ્કેલ પરંતુ અસાધારણ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. આ ૧૩૦ કરોડ ભારતીયો માટે એકીકૃત પ્રયાસોથી સંભવ થયું છે. હું આ સિદ્ધિ હાંસલ કરવા માટે દેશના નાગરિકોને અભિનંદન આપું છું.પીએમ મોદીએ કહ્યું, ૧૦૦ કરોડ વેક્સીન ડોઝ માત્ર એક સંખ્યા નથી, પરંતુ તે એક રાષ્ટ્ર તરીકે આપણી ક્ષમતા દર્શાવે છે. તે એક નવા ભારતને ચિત્ર છે જે મુશ્કેલ લક્ષ્યો નક્કી કરવા અને તેને પ્રાપ્ત કરવામાં જાણે છે. પ્રધાનમંત્રીએ કહ્યું આપણા દેશે એક તરફ પોતાની ફરજ બજાવી છે અને બીજી તરફ તેને સફળતા પણ મળી છે. ગઈકાલે ભારતે ૧૦૦ કરોડ વેક્સીન ડોઝનું મુશ્કેલ પરંતુ અસાધારણ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. ૧૦૦ કરોડ વેક્સીન ડોઝ માત્ર એક આંકડો જ નથી, તે દેશની ક્ષમતાનું પ્રતિબિંબ પણ છે. ઈતિહાસનો નવો અધ્યાય રચાઈ રહ્યો છે. આ તે એક નવા ભારતને ચિત્ર છે જે મુશ્કેલ લક્ષ્યો નક્કી કરવા અને તેને પ્રાપ્ત કરવામાં જાણે છે. પીએમ મોદીએ કહ્યું આજે ઘણા લોકો ભારતના વેક્સીનેશન પ્રોગ્રામની તુલના દુનિયાના અન્ય દેશો સાથે કરી રહ્યા છે. ભારતે જે ગતિથી ૧૦૦ કરોડ એટલે કે ૧ અબજનો આંકડો પાર કર્યો, તેની પ્રશંસા થઈ રહી છે. પરંતુ, આ વિશ્લેષણમાં એક વાત ઘણી વખત છૂટી જાય છે કે, આપણે આ શરૂઆત ક્યાંથી કરી. દુનિયાના બીજા મોટા દેશો માટે વેક્સીન પર રિસર્ચ કરવું, વેક્સીન શોધવી, તેમાં દાયકાઓ સુધી તેમની નિપૂણતા હતી. ભારત મોટે ભાગે આ દેશો દ્વારા બનાવવામાં આવેલી રસીઓ પર નિર્ભર હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું જ્યારે ૧૦૦ વર્ષની સૌથી મોટી મહામારી આવી, ત્યારે ભારત પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા. શું ભારત આ વૈશ્વિક મહામારી સામે લડી શકશે? ભારતને અન્ય દેશોમાંથી આટલી બધી રસી ખરીદવા માટે પૈસા ક્યાંથી મળશે? ભારતને રસી ક્યારે મળશે? ભારતના લોકોને રસી મળશે કે નહીં? શું ભારત મહામારી ફેલાતી અટકાવવા માટે પૂરતા લોકોને રસી આપી શકશે? ત્યાં વિવિધ પ્રકારના પ્રશ્નો હતા, પરંતુ આજે આ ૧૦૦ કરોડ રસીના ડોઝ દરેક સવાલનો જવાબ આપી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, દરેકને સાથે લઈને બધાને વેક્સીન-મફ્ત વેક્સીન’નું અભિયાન શરૂ કર્યું. ગરીબ-અમીર, ગામ-શહેર, દૂર દૂર દેશનો એક જ મંત્ર હતો કે, જો બીમારી ભેદભાવ નથી કરતી, તો વેક્સીનમાં પણ ભેદભાવ ન કરી શકાય. તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે, વેક્સીનેશન અભિયાન પર વીઆઇપી કલ્ચર હાવી ન થયા. ભારતે તેના નાગરિકોને ૧૦૦ કરોડ વેક્સીનના ડોઝ આપ્યા છે તે પણ પૈસા લીધા વગર. ૧૦૦ કરોડ વેક્સીન ડોઝની અસર એ પણ થશે કે હવે દુનિયા ભારતને કોરોનાથી વધારે સુરક્ષિત માને છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું- ’અમારા માટે ગૌરવની વાત છે કે ભારતનો રસીકરણ કાર્યક્રમ વિજ્ઞાનમાંથી જન્મેલો, વિજ્ઞાન દ્વારા સંચાલિત અને વિજ્ઞાન આધારિત રહ્યો છે. રસીના વિકાસથી રસીકરણ સુધી, વિજ્ઞાન તમામ પ્રક્રિયાઓનો આધાર રહ્યો છે. આપણે મહામારી સામે દેશની લડાઈમાં લોકભાગીદારીને આપણી પ્રથમ તાકાત બનાવી છે. દેશે આપણી એકતાને ઉર્જા આપવા માટે તાળી, થાળી વગાડી, દીવા પ્રગટાવ્યા ત્યારે કેટલાક લોકોએ કહ્યું હતું કે શું આનાથી બીમારી ભાગી જશે? પરંતુ આપણે બધાએ તેમાં દેશની એકતા જોઈ, સામૂહિક શક્તિનું જાગરણ જોયું. પીએમ મોદીએ કહ્યું- ’આજે ભારતીય કંપનીઓને માત્ર રેકોર્ડ રોકાણ જ નથી મળી રહ્યું, પરંતુ રોજગારીનું સર્જન પણ થઈ રહ્યું છે. સ્ટાર્ટ-અપ્સમાં રેકોર્ડ રોકાણની સાથે, રેકોર્ડ સ્ટાર્ટઅપ યુનિકોર્ન પણ વિકસાવવામાં આવી રહ્યા છે. આપણા દેશ દ્વારા બનાવેલ કોવિન પ્લેટફોર્મની સિસ્ટમ વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર પણ છે. ભારતમાં બનેલા કોવિન પ્લેટફોર્મે માત્ર સામાન્ય લોકોને જ સગવડ આપી નથી, પરંતુ મેડિકલ સ્ટાફનું કામ પણ સરળ બનાવ્યું છે.
દરેક નાની વસ્તુ, જે મેઈડ ઈન ઈન્ડિયા છે, જેને બનાવવામાં કોઈ ભારતીયનો પરસેવો વહ્યો હોય, તેને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ અને આ દરેકના પ્રયત્નોથી જ શક્ય બનશે. ભારતીયો દ્વારા બનાવેલી વસ્તુઓ ખરીદવા, વોકલ ફોર લોકલ થવા, તેને આપણે વ્યવહારમાં મૂકવું પડશે. કોરોના સમયગાળા દરમિયાન કૃષિ ક્ષેત્રએ આપણી અર્થવ્યવસ્થાને મજબૂત રીતે રાખી છે. આજે, રેકોર્ડ સ્તરે અનાજની ખરીદી કરવામાં આવી રહી છે. ખેડૂતોના બેંક ખાતામાં પૈસા સીધા જઇ રહ્યા છે. રસીના વધતા કવરેજ સાથે, દરેક ક્ષેત્રમાં સકારાત્મક પ્રવૃત્તિઓ ઝડપી બની રહી છે. પીએમ મોદીએ કહ્યું- ’અગાઉની દિવાળી દરેકના મનમાં એક ટેન્શન હતું, પરંતુ આ દિવાળી ૧૦૦ કરોડ રસી ડોઝના કારણે પેદા થયો વિશ્વાસ છે. જો મારા દેશની વેક્સીન મને રક્ષણ આપી શકે છે, તો મારા દેશમાં બનેલો સામાન મારી દિવાળીને વધુ ભવ્ય બનાવી શકે છે.પીએમ મોદીએ કહ્યું- ’કવચ ગમે તેટલું સારું હોય, કવચ કેટલું પણ આધુનિક હોય, કવચથી રક્ષણની સંપૂર્ણ ગેરંટી હોય તો પણ જ્યાં સુધી યુદ્ધ ચાલી રહ્યું છે શસ્ત્રો નાખવાના નથી. હું વિનંતી કરું છું કે આપણે આપણા તહેવારોની ખૂબ કાળજી સાથે ઉજવણી કરવી જોઈએ.