જાફરાબાદમાં આધુનિક બસ સ્ટેન્ડ, વોક-વે, રમતગમતનું મેદાન બનશે : કોમલબેન બારૈયા

794
guj552018-2.jpg

જાફરાબાદ નગરપાલિકા વિકાસના પંથે પ્રમુખ કોમલબેન શરમણભાઈ બારૈયા દ્વારા રમતગમતના ગ્રાઉન્ડ અત્યંત આધુનિક તેમજ વોકીંગ-વે આધુનિક બસ સ્ટેશન બનશે. મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્ય નગરપાલિકા ચેરમેન ધનસુખભાઈ ભંડેરીને રજૂઆત કરાઈ છે.
જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ કોમલબેન બારૈયા દ્વારા જાફરાબાદ શહેર વિકાસના પંથે રોડ-રસ્તાથી લઈ હવે આઝાદી પછી પ્રથમવાર જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના ખેલાડીઓ માટે રમતગમતનું અત્યંત આધુનિક ગ્રાઉન્ડ જેની મંજુરી મુખ્યમંત્રી તેમજ ઉપ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ ગુજરાત રાજ્ય નગરપાલિકા ચેરમેન ધનસુખભાઈ ભંડેરીને કરી રજૂઆત ટુંક સમયમાં મજુરીની મહોર લાગવાથી અને નગરપાલિકાના સરમણભાઈ બારૈયા, ચંદુભાઈ બારૈયા તેમજ પાલિકાના તમામ સદસ્યોની જહેમતથી બિસ્માર હાલતમાં રહેલ અને છેક દ્વારીકા, સોમનાથ, ઓખા જેવા તિર્થ સ્થાનો તેમજ અમદાવાદ વડોદરા સુરતથી લઈ મુંબઈ સુધીની એસ.ટી. સુવિધાઓ સાથે બસ સ્ટેશનને પણ આધુનિક બનાવાશે જેની આજથી જ સફાઈઓ સાથે તડામાર તૈયારીઓ સર્વ સાથે મળી કરી રહ્યાં છે તેમજ જાફરાબાદના યુવાન, યુવતીઓ અને તમામ બુજર્ગ વડીલો માટે વોકીંગ સુવિધા માટે અલગથી વોકીંગ વે બનાવાશે.

Previous articleબાલાભાઈ વાણીયાને શુભેચ્છા પાઠવતા પ્રમુખ વલ્કુભાઈ
Next articleસફાઈ કામદારો સૈનિક જેવુ કામ કરે છે : મેયર નિમુબેન