નંદકુંવરબા મહિલા કોલેજ- દેવરાનગર ખાતે પ્રથમ વર્ષ બી.એ.માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓ માટે ઓરીએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં, ભાવનગરના ડો. અનીલ વાઘેલાનું ભારતીય સમાજનો મુળભુત પરિચય વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં, વર્તમાન સમયમાં ભારતીય સમાજ દેશના અને વ્યકિતના વિકાસમાં કઈ રીતે ભાગ ભજવે છે. તેના વિષે વિસ્તૃત માહિતી આપી હતી.