મહાનાયક ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન સંચાલિત ‘કૌન બનેગા કરોડપતિ શો’ માં સિહોરનો યુવાન રૂા.૨૫ લાખ જીતી ભાવેણાનું ગૌરવ વધારેલ છે. આમ તો આ શોમાં ભાગ લેવો અને ત્યાં સુધી પહોંચવું જ ગૌરવની વાત છે. સિહોરની સ્વસ્તિક સોસાયટીમાં રહેતા અમિતભાઇ જાદવે અભ્યાસમાં ઇતિહાસ સાથે સ્નાતકની ડિગ્રી મેળવી છે અને તેઓની કોન બનેગા કરોડપતિમાં જવાની વર્ષોથી એક ઇચ્છા હતી એ સ્વપ્ન પૂર્ણ કરવા તેઓએ સખત અને સતત મહેનત કરી અને આખરે તેઓની મહેનત રંગ લાવી અને બિગ બી સાથે તેઓની મુલાકાત શકય બની અને આ શોમાં તેમણે રૂા.૨૫ લાખનું ઇનામ પણ જીત્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર સહિત દેશભરમાંથી ૧.૬૦ કરોડ લોકોએ કોન બનેગા કરોડપતિ માટે રજિસ્ટ્રેશન કર્યુ હતું. જેમાંથી રેન્ડમલી ૩૦ લાખ લોકોની પસંદગી કરવામાં આવી હતી. તેમાંથી ૩૦ હજાર લોકોની પસંદગી કરવામાં આવેલ.ત્યારબાદ ૧૦ સેકન્ડમાં ત્રણ સવાલના ઓનલાઇન જવાબ આપવાના હોય છે તેમાંથી ૩ હજાર લોકોની પસંદગી કરવામાં આવેલ. ત્યારબાદ ઓનલાઇન ૨૦ પ્રશ્નની એક લાઇનના પ્રશ્ન માટે ૧૨૦૦ લોકોને રૂબરૂ બોલાવવામાં આવે છે. જેમાં અમિત જાદવની પસંદગી થયેલ.જેમાં તેઓએ ૨૫ લાખ જીત્યા હતાં.