ગંગાજળીયા પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનામાં ફરાર મોતી તળાવના શાહરૂખને એલસબી ટીમે હેવમોર ચોક પાસેથી ઝડપી લીધો હતો.
ભાવનગર એલસીબી સ્ટાફના માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.કો. શકિતસિંહ ગોહિલ અને ભિખુભાઈ બુકેરાને સંયુકત બાતમીરાહે હકિકત મળેલ કે ગંગાજળીયા પો.સ્૭ે.ના ઈ.પી.કો. કલમ ૪પ૪, ૪પ૭, ૩૮૦ વિગેરે મુજબના ગુન્હાના કામે નાસતા-ફરતાં આરોપી શાહરૂખ ઉર્ફે બાઠયો ઉર્ફે ભુરો સલીમભાઈ પઠાણ (ઉ.વ.ર૧) રહે. મોતી તળાવ, શેરી નં. ૬, મફતનગર ભાવનગરવાળા મળી આવતાં તેને વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને ગંગાજળીયા પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ. સમગ્ર કામગીરી એલ.સી.બી.ના પો.ઈન્સ. ડી.એમ.મિશ્ર તથા એલ.સી.બ્ી. સ્ટાફના પરાક્રમસિંહ ગોહિલ, ગુલમહંમદભાઈ કોઠારીયા, ભીખુભાઈ બુકેરા, મીનાઝભાઈ ગોરી, શકિતસિંહ ગોહિલ, ભોપાલસિંહ ચુડાસમા, સત્યજીતસિંહ ગોહિલ, ભરતભાઈ જોશી વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.