ભાવનગર સર ટી. હોસ્પિટલ ખાતે સર્જરી અંગે ખાસ માહિતી આપતો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત તબીબો તથા ભાવી તબીબો તથા ભાવી તબીબોને ઓપરેશન સંદર્ભે ખાસ માહિતીથી અવગત કરવામાં આવ્યા હતા.
ભાવનગર સર ટી. હોસ્પિટલ સ્થિત સર્જરી વિભાગના હેડ ડો.એસ.એમ. શાહ દ્વારા શહેરના તમામ સર્જનો તથા મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સીએમએ ૩ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દુરબીનથી થતા ઓપરેશનો અને ખુબ જટીલ તથા જલ્વેજ થતી શસ્ત્રક્રિયા સંદર્ભે તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેરમાંથી ૩૦ સર્જનો તથા ૧પ૦ મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓએ માહિતી મેળવી હતી.