હિમાચલ પ્રદેશમાં ગુમ થયેલા ૧૭ ટ્રેકર્સમાંથી ૧૧ના મોત નિપજ્યા

98

૨ ટ્રેકર્સનો બચાવ, ૪ હજુ પણ લાપતા : ટ્રેકર્સ ઉત્તરાખંડના ઉત્તરકાશીને અડીને આવેલા હરસિલથી હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ચિતકુલ માટે નિકળ્યા હતા, લમખાગા પાસ પાસે ગુમ થયા હતા
કિનૌર, તા.૨૩
હિમાચલ પ્રદેશમાં ગુમ થયેલા પર્યટકો, કૂલી અને ગાઈડો સહિત ૧૭ ટ્રેકર્સના ગ્રુપમાંથી ૧૧ લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. આ લોકોના ગાયબ થયાની સૂચના મળ્યા બાદ, વાયુ સેનાએ લમખાગા પાસ પર મોટા પાયે બચાવ કામગીરી શરુ કરી છે અને અત્યારસુધી ૧૧ ડેડબોડી મળી આવી છે. ભારે હિમવર્ષા અને ખરાબ મોસમ વચ્ચે આ ગ્રુપ ૧૮ ઓક્ટોબરના ગુમ થયું હતું.
ટ્રેકર્સના ગુમ થયાની જાણકારી મળ્યા બાદ ભારતીય વાયુ સેનાએ ૨૦ ઓક્ટોબરે બચાવ કાર્ય શરુ કર્યું હતું. એવું કહેવાય છે કે આ ટ્રેકર્સ ૧૪ ઓક્ટોબરના ઉત્તરાખંડના ઉત્તરકાશીને અડીને આવેલા હરસિલથી હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ચિતકુલ માટે નીકળી ગયા હતા, પણ તેઓ ૧૭થી ૧૯ ઓક્ટોબર વચ્ચે લમખાગા પાસ પાસે ગુમ થઈ ગયા હતા. ગુમ થયેલા ટ્રેકર્સનો પત્તો લગાવવા માટે નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સના ત્રણ કર્મચારીઓને કામે લગાડ્યા છે અને અડ્‌વાન્સડ લાઈટ હેલિકોપ્ટરના માધ્યમથી ઊંચી પહાડીઓ પર રેસ્ક્યુ થઈ રહ્યું છે. અત્યારસુધી મળેલી જાણકારી મુજબ ૨૧ ઓક્ટોબરના એસડીઆરએફને ૪ શબ મળ્યા હતા. તો ૨૨ ઓક્ટોબરના હેલિકોપ્ટરે એક જીવિત વ્યક્તિને બચાવી અને ૧૬૫૦૦ ફૂટની ઊંચાઈ પર ૭ ડેડબોડી મળી હતી.
ચાર લોકો વિશે હજુ પણ કોઈ માહિતી નથી. અધિકારીઓએ શબને સ્થાનિક પોલિસને સોંપી દીધા છે અને બચેલા લોકોને હરસિલમાં પ્રાથમિક સારવાર બાદ ઉત્તરકાશીની જિલ્લા હોસ્પિટલ, ઉત્તરકાશીમાં ભરતી કરવામાં આવશે. પશ્ચિમ બંગાળ અને અન્ય સ્થળોથી આઠ પર્યટકોનું સમૂહ મોરી સાંકરીની એક ટ્રેકિંગ એજન્સીના માધ્યમથી ૧૧ ઓક્ટોબરના હરસિલથી રવાના થયું હતું. આ ગ્રુપે ઓફિશ્યલી વન વિભાગ ઉત્તરકાશીથી ૧૩થી ૨૧ ઓક્ટોબર સુધી લમખાગા પાસ સુધી ટ્રેકિંગ કરવા માટે ઇનર લાઈન પરમિટ પણ લીધી હતી. ૧૭થી ૧૯ ઓક્ટોબર મોસમ ખરાબ હોવાને લીધે આ ગ્રુપ ભટકી ગયું. ટ્રેકિંગ દળથી કોઈ સંપર્ક ન થવા પર સુમિત હિમાલયન ટ્રેકિંગ ટૂર એજન્સીએ ઉત્તરાખંડ સરકાર અને હિમાચલ પ્રદેશ સરકારને પર્યટકોને સુરક્ષિત નીકળવા માટે સૂચના આપી છે. કિન્નૌર જિલ્લા પ્રશાસનને બુધવારે આ ગ્રુપ ગુમ થયાની સૂચના મળી હતી. ટીમના મેમ્બર્સની ઓળખ દિલ્લીની અનીતા રાવત(૩૮), પશ્ચિમ બંગાળના મિથુન દારી (૩૧), તન્મય તિવારી (૩૦), વિકાસ મકલ (૩૩), સૌરભ ઘોષ (૩૪), સાવિયન દાસ (૨૮), રિચર્ડ મંડલ (૩૦), સુકેન માંઝી (૪૩) તરીકે થઈ છે. કૂકિંગ માટે રાખવામાં આવેલા મેમ્બર્સની ઓળખ દેવેન્દ્ર (૩૭), જ્ઞાન ચંદ્ર (૩૩) અને ઉપેન્દ્ર (૩૨) તરીકે થઈ છે, જે ઉત્તરકાશીના પુરોલાના રહેવાસી છે.

Previous articleકેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં બેઠક યોજી
Next articleઅનન્યાએ કેટલીક ચેટ ડિલિટ કર્યા હોવાની શંકા