મૃતક યુવાનની લાશ ડુંગર વિસ્તારમાંથી મળી આવી
ભાવનગર વરતેજ પોલીસ સ્ટેશન હેઠળ આવતા નવાગામ જાળીયાના ડુંગર વિસ્તારમાં ધાર્યા-લાકડીના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હોવની ઘટના સામે આવી છે.પ્રાપ્ત થઈ રહેલી માહિતી મુજબ હત્યા કરનાર બંને શખ્સો વરતેજ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયા હતા, ૨૦૦૭ ની બનેલી ઘટનામાં દાઝ રાખી સલીમ પોપટભાઈ સાંઈ નામનાં યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું છે.
સિહોર તાલુકાના નવાગામ શામપરા ગામે રહેતા મેહુલ મંગાભાઈ ચાવડાના પિતાનું ૨૦૦૭ ની સાલમાં મૃત્યુ નીપજ્યું હતું, પિતાના મૃત્યુ પાછળ સાવરકુંડલામાં રહેતા સલીમભાઈ નો હાથ હોવાની આશંકા રાખી સાવરકુંડલામાં રહેતા અન્ય શખ્સ મંગા રાનાની સાથે મળી પૂર્વ આયોજિત કાવતરું રચી મંગા રાના ને ગઈકાલે જોડની વિધિના બહાને સલીમભાઈને નવાગામ જળીયા લઈ આવ્યા હતા. જ્યાં બંને એ ડુંગર ની ધારમાં લઈ જઈ ધારીયા-લાકડી ના ઘા ઝીંકી સલીમભાઈ સાઈ ની હત્યા કરી નાખી હતી. હત્યા કરેલી લાશને ડુંગર પાસે નાખવામાં આવી હોવા અંગેની જાણ વરતેજ પોલીસને થતા ઘટના સ્થળ પર પહોંચી હતી અને બનાવવા અંગેની વધું તપાસ હાથ ધરી હતી, વરતેજ પોલીસે હત્યા કરનાર બંને શખ્સો પોલીસની ડીટેઇન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.