શિશુવિહાર પ્રાંગણમાં સ્વ.મૃદુલાબહેન ઇન્દુલાલ પટવારીની સ્મૃતિ માં ૪૨૪ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાયો

103

ભાવનગર શહેરના શિશુવિહાર સર્કલ પાસે આવેલ શિશુવિહાર સંસ્થા દ્વારા પ્રભુકૃપા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ શિશુવિહાર સંસ્થાના પટાંગણમાં સ્વ.મૃદુલાબહેન ઇન્દુલાલ પટવારીની સ્મૃતિ માં ૪૨૪ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. હિમાંશુભાઈ પટવારીના સૌજન્યથી યોજાયેલ નેત્રયજ્ઞમાં ૧૦૮ દર્દીઓએ આંખ તપાસ કરાવેલ. શિવાનંદ આઈ હોસ્પિટલનાં સ્થાપક ડૉ.શિવાનંદ અધ્વર્યુજીની ૨૩મી પુણ્યતિથિ નિમિતે વિરનગરના સહયોગથી આજ દિવસે સંસ્થા પ્રાંગણમાં યોજાએલ ૪૨૫ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ સ્વ. જશવંતીબહેન આચાર્યની સ્મુતિમાં ચંદ્રકાંતભાઈ સેવાદાસ દિવાકરનાં સહયોગથી યોજાયો હતો. આ બંને શિબિરોના ૧૦૮ દર્દીઓને સવારે ચા-નાસ્તો , બપોરે ડૉ.મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલાના સહયોગથી બનાવેલ અન્નપૂર્ણા ભોજનાલયમાં ભોજન બાદ કેટ્રેક સર્જરી માટે જરૂરીયાત મંદ ૧૮ દર્દી તથા તેમના ૧૧ સગા-સબંધીઓને ખાસ વાહનમાં વિરનગર લઇ જવામાં આવેલ દર્દી નારાયણોની સેવા કરતા શિશુવિહારના કાર્યકરોની અનંન્ય સેવાથી વર્ષ ૧૯૬૮ થી અવિરત રીતે ચાલતી નેત્રયજ્ઞ સેવામાં દિવ્યજીવન ના સ્વયં સેવક નવીનભાઈ પટ્ટણી, યોગેન્દ્રભાઈ શાહ તથા સંસ્થા કાર્યકરોએ કેમ્પનું સફળ બનાવવા સારી ઝેહમત ઉઠાવી હતી.

Previous articleગૌરીશંકર પ્રાથમિક શાળા નં.૬૫, બોરતળાવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
Next article“૧૬મી નોન મેડાલીસ્ટ યોગાસન સ્પર્ધામાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રા. શાળા નં.૫૨ રનર્સ અપ”