રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળાશયો, ચેકડેમો ઉતારવાની કામગીરીનો રાજ્યભરમાં પ્રારંભ કરાવાયો છે. તે અંતર્ગત રાજ્યમંત્રી વિભાવરીબેન દવે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામડાઓમાં ચાલતા જળ અભિયાનના કામોની મુલાકાતે પહોંચ્યા હતા અને જરૂરી માર્ગદર્શન આપવા ઉપરાંત શ્રમિક બહેનોની સાથે પોતે પણ માથા પર માટી ભરેલા તગારા ઉપાડી શ્રમદાન કર્યુ હતું.