ભાવનગરમાં આવાસ યોજનાનું 29 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ લોકાર્પણ કરશે, કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ શરૂ

149

રાષ્ટ્રપતિના આગમનને લઇ રોડ-રસ્તાઓ સાફ-સફાઈ સફાઇ અને ડિવાઈડર રંગવાનુ શરૂ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મહુવા ખાતે મોરારીબાપુની ખાસ મુલાકાતે પણ જશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તા.29 ઓક્ટોબરને શુક્રવારના રોજ ભાવનગર જિલ્લાની મુલાકાતે આવનાર છે. તેઓ સવારે ભાવનગર એરપોર્ટ ખાતે 11 વાગ્યાની આસપાસ પધારીને મહુવા મોરારી બાપુની મુલાકાત લેશે, જ્યારે બપોર બાદ ભાવનગર ખાતે આવાસ યોજનાનું લોકાર્પણ કરશે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા ખાતે આગમન ને લઈ પૂર્ણ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે હાલ મહુવા તલગાજરડા રોડ પાસે હેલિપેડ બનાવવા માટે તૈયારઓ શરૂ કરવામાં આવી છે તથા ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરના સુભાષનગર હમીરજી પાર્ક ખાતે નિર્માણ કરેલા 1088 પ્રધાનમંત્રી આવાસનું રાષ્ટ્રપતિના હસ્તે આગામી તા.29ના રોજ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.

ઘોઘા સર્કલ વોર્ડમાં સુભાષનગર ચોક થી લઈ સ્મશાન થઇ નવા બનેલા આવાસ સુધીનો રોડ જે બનાવવાનો હતો પરંતુ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ ના મકાનો જેમને લાગેલા છે તેમને સોંપવા માટે રાષ્ટ્રપતિ આવી રહ્યા છે ત્યારે તાત્કાલિક અંદાજે રૂપિયા 48 લાખના ખર્ચે રોડ બનાવવામાં આવી રહ્યો છે, સાથે સાથે આવાસ યોજનાના શોપિંગ સેન્ટર આગળ બ્લોક અંદાજે રૂપિયા 10 લાખનાં ખર્ચે નાંખવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ બે દિવસ ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ભાવનગરના એરપોર્ટ રોડ પર રોડ રસ્તા સાફ-સફાઈ કરી નવા રસ્તા બનાવવાનું કામ હાથ ધરાયું છે અને રોડ વચ્ચે રહેલ ડિવાઈડર રંગરોગાન કરવાનો પણ કામ હાથ ધરાયું છે. જ્યારે રાષ્ટ્રપતિ બે દિવસની મુલાકાતે છે, ત્યારે ભાવનગરને રંગરોગાન કરી સુશોભન કરવામાં આવી રહ્યું છે આમ, ભાવનગરમાં રાષ્ટ્રપતિની આવવાથી તંત્ર દ્વારા તમામ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Previous articleસાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજાના 173માં પાટોત્સવ નિમિતે અનેક ધાર્મિક કાર્યકમો યોજાયા
Next articleબ્રિજ નવનિર્માણમાં બાધારૂપ દબાણો હટાવાયા