મહુવા, જેસર તાલુકામાં માવઠું વરસ્યુંઃ ખળામાં પડેલ પાકને નુકશાન

105

અડધો કલાક વરસેલ વરસાદને પગલે નદી-નેરા પુનઃ છલકાઈ ઉઠ્‌યાં

ભાવનગર અનેક જિલ્લાઓમાં વાતાવરણ અચાનક પલટો આવતા વરસાદથી ઝાપડું વરસ્યું હતું. જેમાં આજરોજ બપોરના સુમારે મહુવા તથા જેસર સહિત ના જિલ્લાઓમાં અચાનક વરસાદ વરસતા ખેડૂતોની મોલતો ને નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે અને અચાનક આવી પડેલા વરસાદ ને કારણે ખેડૂતોનો તૈયાર થેયલા પાક ને ભારે નુક્શાન થશે. મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે અચાનક ઓચિંતા વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેડૂતો નો તૈયાર પાક મગફળીનો પાક પલળી જતાં ભારે નુકસાન થવાની ભીતિ છે, ત્યારે મહુવાના ગ્રામ્ય વિસ્તારો બોરડી, કોટીયા, કળમોદર, વાવડી, રતનપર, બગદાણા, મોળપર, કરમદીયા, ખારી, ગળથર, બેલમર સહિતના ગામોમાં અચાનક વરસાદી વરસ્યો હતો. ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું જેમાં જેસર પંથકના અનેક ગામોમાં વરસાદ વરસતા ખેડૂતો માં ચિંતા પ્રસરી ગઈ હતી, વરસાદ વરસતા તૈયાર થયેલા પાકોમાં કપાસ, બાજરી, મગફળી, તલ સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. ભાવનગર જિલ્લાઓમાં મહુવા અને જેસર તાલુકાના સહિતના અચાનક વાતાવરણ માં પલટો જોવા મળ્યો હતો અને એકાએક જોરદાર પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો જેમાં આશરે જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો હતો જેમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતિ જોવા મળી હતી અને ખેડૂતોમાં ચિંતા નો વિષય બન્યો હતો.

Previous articleબ્રિજ નવનિર્માણમાં બાધારૂપ દબાણો હટાવાયા
Next articleગોરકડા કોળી સમાજની બે સગી બહેનો ઈન્ડીયન આર્મીમા સિલેક્ટ