શેત્રુંજી ડેમ શાળા ખાતે પીટીસીના તાલીમાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

113

ભાવનગર જિલ્લાના જાણીતા સ્થળ શેત્રુંજી ડેમ ખાતે સને ૧૯૭૭/૭૮ ના વર્ષો દરમિયાન અહીં કાર્યરત અધ્યાપન મંદિર માં શિક્ષકની તાલીમ લઇ રહેલા પીટીસીના વિદ્યાર્થીઓ નું એક સ્નેહમિલન યોજાયું હતું. આજથી ચાર દાયકા પહેલા અહીં અભ્યાસરત અને શિક્ષકની તાલીમ લઈ પામેલાં અને પી.ટી.સી ની તાલીમ લઇ રહેલા આ શિક્ષકો આજે સેવા નિવૃત્ત છે. જેમનું એક સ્નેહમિલન શેત્રુંજી ડેમ ખાતે યોજાયું હતું. જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી નિવૃત્ત શિક્ષકોએ ભાગ લીધો હતો. અહીં સ્થાનિક વ્યવસ્થા રતનસિંહ ગોહિલ, કે.બી. ગોસ્વામી, રાજવીર ભાઈ ગઢવી યુસુફભાઈ ટાંક વગેરે સંભાળી હતી. આ કાર્યક્રમ ની વિશેષતા એ હતી કે ચાર દાયકા પહેલા આ તાલીમાર્થીઓને અધ્યાપન કરાવેલ અધ્યાપકોએ પણ આશીર્વાદરૂપ હાજરી આપી હતી.

Previous articleવલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન અને ગ્રીનસીટી દ્વારા ૧૦૮ વૃક્ષોનું વૃક્ષારોપણ
Next articleઅભિનેત્રી શિરીન મિર્ઝાએ જયપુરમાં નિકાહ કર્યા