સરકારી પ્લોટ પર વર્ષોથી પાકા મકાન બંધાતા હતા ત્યારે તંત્ર દ્વારા કોઈ અટકાવવાના પગલાં કે કશું કાર્યવાહી કરવામાં આવી ન હતી એટલે જમીન માફીયા અને અન્ય લોકો હીંમતથી સરકારી જમીનમાં મકાનો બનાવી વર્ષોથી વેચી લાખો રૂપિયા રળતા રહ્યા.
ત્યારે સરકારી તંત્રની મીલીભગત વગર કોઈ ખીલી પણ ન મારી શકે તેવામાં આખે આખી પાકી વસાહતો કેવી રીતે થઈ ગઈ ? આ પ્રશ્ન મહત્વનો છે.
સરકારી બાબુઓએ તાત્કાલિક આવા તત્વો પાસેથી લાખો રૂપિયાની રોકડી કરી કેટલાક તો રીટાયર્ડ થઈ ગયા જયારે સરકારમાં આવશે ત્યાં સુધી તેઓ કયાંય જતા રહેશે. તેવી ગણતરીથી દેખીતો ભ્રષ્ટાચાર તંત્ર દ્વારા પણ કરવામાં આવ્યો હોવાની ચર્ચા સ્થળ પર થતી જોવા મળી હતી અને સરકારી તંત્રના અધિકારીઓને પણ જવાબદાર ઠેરવી કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.