એક મહિનો ચાલે તેટલું કરિયાણાની કીટ બનાવી વિતરણ કરાઇ
આવા કપરા કાળમાં પણ માનવતા હજી મરી પરવારી નથી, હજુ પણ એવા દાતારો બેઠા છે તે હરહંમેશ મદદ માટે ખડે પગે ઊભા છે. ત્યારે વાત કરવી છે માતૃભક્તિ સેવા મંડળ ભાવનગરના સભ્યોની. તો માતૃભક્તિ સેવા મંડળ ભાવનગર દ્વારા ગુરુદેવ નમ્ર મુનિ મહારાજની પ્રેરણાથી જરૂરિયાત અશક્ત અને અસહાય તેવા 100 વિધવા માજીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી.
તમામ સભ્યોએ દાતાઓ અને પોતાના ખર્ચે રાશન કીટો બનાવી લોકોની વહારે આવ્યા છે અને તમામ લોકોને એક મહિનો ચાલે તેટલું કરિયાણાની કીટ બનાવી જે લોકોને ખરેખર જરૃરિયાત છે તેવી અશક્ત – અસહાય એવા 100 વિધવા માજીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. તેવા લોકોને શોધી તેમના ઘર સુધી પહોંચતી કરી અને માનવતાનો મહેક ફેલાવી હતી. પ્રેરણાત્મક અનેકના અશ્રુઓને આનંદમાં પલટાવે છે.
માતૃભક્તિ સેવા મંડળ દ્વારા જરૂરિયાત મંદોને રાશનકીટમાં 5 કિલો ઘઉંનો લોટ, 1 લિટર તેલનું પાઉચ, 1 કિલો ચોખા, સવા કિલો ખીચડી, 250ગ્રામમોહનથાળનું પેકેટ, બુંદીના લાડવા નું પેકેટ, 1 કિલો ખાંડ, 250ગ્રામ ચા, 250ગ્રામ ગાંઠિયા નું પેકેટ, સાડી, ટુવાલ, 250ગ્રામ ખાખરા નું પેકેટ, કપડા ધોવાનો મોટો મોટો સાબુ 400 ગ્રામનો, ખારી નું મોટુ પેકેટ, ટોસનું મોટુ પેકેટ, દૂધ કોલ્ડ્રીંક ની બોટલ તથા પારર્લે બિસ્કિટનું મોટું પેકેટ સહિત ની જરૂરિયાતોની વસ્તુઓ કીટમાં બનાવવામાં આવી હતી. આ સેવા યજ્ઞમાં કાર્યમાં માતૃભકિત સેવા મંડળ ગૃપ ના માધ્યમથી ગૃપના સ્વયંમસેવકો સમીરભાઈ ગાંધી, તૃપ્તિબેન, ભૂમિબેન, ભાવનાબેન, રેખાબેન, રીનાબેન, વિનીતાબેન, દક્ષાબેન, રિંકુબેન, બીજલબેન, ડિમ્પલબેન, ધાર્મિક, વિશાલભાઈ, તરંગભાઈ, અજયભાઈ દ્વારા વિતરણ કરી સેવાયજ્ઞનો લાભ લીધો છે.