કારડીયા રાજપૂત સમાજના યુવા અગ્રણી ધર્મેન્દ્રસિંહ સોલંકી આજે ૨૭ તારીખે તેમનો ૩૫ વર્ષ પુર્ણ કરીને ૩૬માં પ્રવેશ કર્યો છે. વલ્લભીપુર કારડીયા રાજપૂત સમાજના યુવા અગ્રણી અને પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર ધર્મેન્દ્રસિંહ સોલંકી આજે ૨૭ તારીખે તેમનો ૩૬મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. ૩૫ વર્ષોમાં શરૂઆતી વર્ષો આભ્યાસમાં ગાળ્યા બાદ ધમભા ભવાનીના હુલામણા નામે ઓળખાતા ધર્મેન્દ્રસિંહે શરૂઆતમા જ સેવાકીય કાર્યની સારથિ ગણાતી એવી ૧૦૮ એબ્યૂલન્સમા સેવા આપી. એ દરમિયાન લોકોના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ તેઓના ધ્યાને આવતા તેઓ લોક પ્રશ્નોને વાચા આપવા પત્રકારત્વ ક્ષેત્રમા પ્રવેશ્યા. શરૂઆતના તબક્કે જ તેઓના તટસ્થ, નિષ્પક્ષ, નીડર અને જાબાજ પત્રકારત્વને કારણે તેઓએ બહોળું મિત્ર વર્તુળ બનાવ્યુ. આજે તેઓના જન્મ દિવસે મીડિયા મિત્રો, સગા સ્નેહીઓ અને અન્ય તમામ વર્તુળમાંથી તેઓને મોબાઈલ નંબર ૯૭૧૪૭૯૦૫૯૮ પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.