બોટાદ જીલ્લાના રાણપુર માર્કેટીંગ યાર્ડ ખાતે તારીખ ૨૫ ઓક્ટોમ્બર ના રોજ ચાલુ સિઝનનો સૌથી વધુ કપાસ આવ્યો હતો.રાણપુર માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન,વાઈસ ચેરમેન,ડીરેક્ટરો તથા કર્મચારીઓના અથાગ પ્રયત્નો અને કુશળ વહીવટ ને કારણે હાલ રાણપુર માર્કેટીંગ ખાતે રાણપુર પંથક સહીતના ખેડુતો મોટા પ્રમાણમાં કપાસ વેંચવા આવી રહ્યા છે અને ખેડુતો ને કપાસના ભાવ પણ પુરતા પ્રમામ માં મળી રહ્યા છે.ત્યારે આજે તારીખ ૨૫ ઓક્ટોમ્બર ને રોજ રાણપુર માર્કેટીંગ યાર્ડ ખાતે ચાલુ કપાસની સિઝનમાં સૌથી વધુ એકજ દિવસમાં રેકોર્ડબ્રેક ૧૧ હજાર મણ કપાસની આવક થઈ હતી.૯૦ કરતા વધુ મોટા વાહનો અને ૧૦૦૦ કરતા વધુ કપાસના પોટલા મળી કુલ ૧૧ હજાર મણ કપાસની આવક થઈ હતી.જ્યારે આજે ૨૫ ઓક્ટોમ્બરે ૧૬૬૮ રૂપિયા કપાસના ભાવ આવતા ખેડુતો ખુશખુશાલ થઈ ગયા હતા. રાણપુર માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડુતો ને કપાસના ભાવ સારા મળતા હોવાથી ખેડુતો મોટા પ્રમાણ માં કપાસ લઈને રાણપુર આવી રહ્યા છે.