તા૨૬ ના રોજ. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા શહેર માં આમ આદમી પાર્ટીએ પોલીસ સમર્થનમાં પ્રાંત અધિકારી મામલતદાર સાહેબ ને અને મહુવા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જિલ્લા મંત્રી પપ્પુભાઈ સમા તથા શહેર પ્રમુખ જીતેન્દ્રભાઈ રાઠોડ તથા તાલુકા પ્રમુખ રાજેન્દ્ર ભાઈ બારીયા સાહેબ તથા જિલ્લા મંત્રી વિઠ્ઠલભાઈ સોલંકી તથા લઘુમતી સેલ ના પરમુખ ડો. હં નાં ન ભાઈ કુરેશી તથા શહેર મંત્રી દેવમુરારી સાહેબ તથા સંગઠન મંત્રી જાડેજા સાહેબ તથા શહેર મંત્રી અને મીડિયા કન્વીર ઈમ્તિયાઝભાઈ ડેરીયા તથા મહેબુબભાઇ સૈયદ તથા સલીમભાઈ મહિડા ખારાવાળા એ સાથે મળીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં પોલીસ કર્મીઓ. દિવસ રાત જનતા માટે ખડેપગે રહેતા હોય છે. ટાઢ-તડકો કે વરસાદ હોય યા કોઈ હાદસો બન્યો હોય યાકોરોના જેવી મહામારી બીમારી માં પણ જાહેર રોડ ઉપર અને બજારોમાં ભૂખ્યા અને તરસ્યા જનતાની સેવામાં લાગેલા હતા પોલીસ કર્મીઓ સદાને માટે લોકોની સેવા કરતા રહે છે માટે પોલીસ માંગણી વ્યાજબી છે પોલીસ જવાનને રજા માંગે તો આપવી પડે. અને તેના જે હકો છે એ સરકારે આપવા પડે . જે કાઈ પોલીસ. ની માંગણી છે તે તાત્કાલિક પૂરી કરવામાં આવે અગર માગણી પૂરી કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ગાંધીચીંઘ્યા માર્ગે પોલીસ કર્મી માટે આંદોલન કરશે.