બોરીચમાં ટાઈટલ કલીયર ન હોવા છતાં સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામો કરી જમીન માફીયા દ્વારા લાખો રૂપિયામાં આ સરકારી જમીન પર બાંધેલાં મકાનો ગરીબો – શ્રમજીવઓને સસ્તામાં આપી લાખો કરોડોની રોકડી કરી હતી. ખરેખર તો ખરીદનારો વર્ગ નાનો વર્ગ છે જેમાંના મોટાભાગના અભણ છે.
તપાસમાં કેટલાંકે જણાવ્યું હતું કે પાણી, લાઈટ, પહોંચ બધુ હોવાથી અમે સાચુ માની ખરીધ્યા હતા. પરંતુ આવા ચાલાક જમીન માફીયાઓએ પંચાયતથી માંડી સરકારી સ્ટાફ સુધી ભ્રષ્ટાચાર રીતરસમથી ગરીબોને છેતરીને સરકારી પ્લોટ પર પાકુ બાંધકામ કરી કરોડોની રોકડી કરી ગયા પરંતુ છેવટે તોડવાનો સમય આવ્યો ત્યારે ગરીબો રસ્તા પર આવી ગયા હતા કેટલાક કુટુંબો પોતાના સામાન રસ્તામાં આવી જયાં હૃદય દ્વાવક દ્રશ્યો પણ ખડા થયેલા જોવા મળ્યા હતા. લોકોમાં રોષ પણ હતો કે લાખોની રોકડી કરી ગયેલા લોકો પર સરકારે ગુનો દાખલ કરવો જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ.