બોરીચ વસાહત પર તંત્રનો હથોડો ઝીંકાયો

1264
gandhi652018-6.jpg

ગાંધીનગર અક્ષરધામની સામે અને મંત્રી બંગલાની બાજુમાં સરકારી માર્ગ અને મકાનની જમીન પર વર્ષોથી મકાનો બનાવીને લોકોને વેચી મરાયા હતા. આ આખે આખી વસાહત પર આજ સવારથી તંત્રનો હથોડો વીંઝાયો હતો અને આખી વસાહતના પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. 
સવારથી જ કલેકટરથી લઈને મામલતદારનો વહીવટી સ્ટાફ, આર એન્ડ બી ના અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં પોલીસ અને એસઆરપી જવાનો અને ગેસ અને ઈલેક્ટ્રીસીટીના માણસોને હાજર રાખી કાર્યવાહી શરૂ કરવામાં આવતાં સોપો પડી ગયો હતો. લોકોને સમય આપતાં પોતાનો ઘરનો સામાન અને કીંમતી વસ્તુઓ રસ્તા પર લાવી ઢગલા કરતાં જોવા મળ્યા હતા તથા હાંફળા ફાફળા તમામ વસાહતીઓ નિસાસા અને રોકકડનું વાતાવરણ થયું હતું. 
કોંગ્રેસના આગેવાનોએ આ મકાનો વર્ષોથી ગેસ અને ઈલેકટ્રીસીટી, પાણી તમામ સગવડો આપવામાં આવી છતાં તોડવાનો વિરોધ કર્યો હતો. પરંતુ તેમના કોઈ વિરોધને સાંભળ્યા વગર તંત્ર દ્વારા તમામ વસાહત તોડી પાડવામાં આવી હતી. 

Previous articleજમીન માફીયા કરોડો કમાયાને ગરીબો રસ્તા પર
Next articleરાજુલામાં રામ ચરીત માનસ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ