દિવાળીના તહેવારોને લઈ ભાવનગર મનપાએ મીઠાઈ તથા ફરસાણની 9 દુકાનેથી ખાદ્યપદાર્થના નમૂના લીધા

110

દિવાળી પર્વના પગલે મીઠાઈઓ, ફરસાણ તથા રો-મટીરિયલસ સહિતના નમૂના લેવાયા
દિવાળી તહેવારોના દિવસોમાં ફરસાણ-મીઠાઈ સહિતના ખાદ્યપદાર્થનુ વેચાણ વધતુ હોય છે, પરંતુ કેટલાક વેપારીઓ ભેળસેળ કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામે છે અને આવા ભેળસેળીયા વેપારીઓ સામે પગલા લેવા ભાવનગર મહાપાલીકાના ફુડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરી નમુનાઓ લેવામાં આવ્યા છે.

આજે શહેરના જુદા જુદા 9 સ્થળોએથી ફરસાણ તથા મીઠાઈનું ઉત્પાદન કરતા એકમોઓ પાસેથી રો-મટિરિયલ્સ સહિતના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં તેલ, કાચો માલ, ફરસાણમાં બનાવવા આવતો કચોમાલ, મીઠાઈ બનવવામાં વપરાતો કાચો માલ સહિતના રો મટિરિયલ્સના ભાવનગર ફૂડઝ અને ડ્રગ્સ વિભાગ દ્વારા મહાનગરપાલિકાના વિસ્તારમાં આવતા એકમોમાંથી નમૂના લેવામાં આવ્યા છે. નમુના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે જુદા જુદા વિસ્તારોમાં આવેલી દુકાનોમાં તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરી નમુના લેવામાં આવી રહ્યા છે. તંત્રએ ભેળસેળીયા વેપારીઓ સામે લાલ આંખ કરતા આવા વેપારીઓમાં ભય અને ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી આર.કે સિન્હાના દ્વારા સિનિયર ફૂટ સફેટી ઓફિસર મનીષભાઈ પટેલ તથા ફૂટ સેફટી અધિકારી દેવાંગભાઈ જોષી તથા સ્ટાફના માણસો દ્વારા દિવાળી તહેવારો ને લઈ શહેરના વિવિધ વિસ્તારોમા ફરસાણ તથા મીઠાઈનું ઉત્પાદન કરતા એકમોના નમૂના લેવામાં આવ્યા હતા.

Previous articleરોકણને લઈને બેન્કોને જલદી નિર્ણય કરવા સુપ્રીમનો નિર્દેશ
Next articleભાવનગરમાં કામધેનુ ગૌશાળા દ્વારા ગાયોની સેવા અર્થે ફટાકડાનો સેલ શરૂ કરવામાં આવ્યો