રાજુલાના બાવળીયાવાડી ખાતે શ્રીરામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ દિપપ્રાગટય વાવડી મહંત બાબભાઈ બાબપુ દ્વારા કરી રામચરિત માનસ કથાના વકત શાસ્ત્રી સંતરામબાપુ ગોંડલીયા દ્વારા નવ દિવસ કથા રસપાનની તેમજ કથા દરમ્યાન સંતો મહંતોના સન્માન મુખ્ય યજમાન દિલુભાઈ વરૂ ધર્મ લાભ લેશે. રાજુલાના બાવળીયાવાડી ચામુંડાના માતાજીના મઢે શ્રીરામચરિત માનસ જ્ઞાનયજ્ઞનું ભવ્યાતિ ભવ્ય આયોજન ચામુંડા મહિલા મંડળ દ્વારા તેમજ બાવળીયાવાડી સોસાયટી પરિવાર આયોજીત શ્રીરામ ચરિતમાનસ કથાના પ્રખર રામાયણી વકતા સંતરામ બાપુ ગોંડલિયા વાજડીવાળા (બિરાજી ૯ દિવસ કથા રસ પાન કરાવી રહ્યા છે.કથા પ્રારંભ તા. ૧ને મંગળવારે કથાના મુખ્ય યજમાન દિલુભાઈ વરૂ (હોટેલ કોહીનુર)ના નિવાસ્થાનેથી પોથી ભગવાનની વાજતે ગાજતે શોભાયાત્રા કથાનો પ્રારંભ થયો અને કથાનું દિપપ્રાગટય વાવડી રૂખડબાપુની જગ્યાના મહંત બાબભાઈ બાપુ દ્વારા કરવામાં આવ્યું. કથા દરમ્યાન સંતો મહંતોમાં વિજયબાપુ સતાધાર મહં, પૂજય પ્રભુદાસ બાપુ મહંત મારૂતિધામ રાજુલા, તેમજ પુજય સંત શિરોમણી પુજય નાથજી બાપુ ચકોહર આશ્રમ ઉપસ્થિત રહેશે. તેમજ રાજકીય અગ્રણી ધારાસભ્ય અંબરીષભાઈ ડેર, માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, માજી ધારાસભ્ય અને સમસ્ત કાઠી ક્ષત્રીય સમાજ પ્રમુખ પ્રતાપભાઈ વરૂ નાગેશ્રી કાઠી ક્ષત્રીય સમાજના મોભી ભીમભાઈ આપાભાઈ બોરીચા વડ રવુભાઈ જશુભાઈ ધાખડા, માજીનગર પાલિકા પ્રમુખ રામકુભાઈ ધાખડા, માજીનગરપાલિકા પ્રમુખ અંબાબહેન પીઠાભાઈ નકુમ, જિલ્લા પંચાયત સદસ્ય ઉપરાંત અનેક મહાનુભાવોના સન્માનવિધી સાથે સ્વાગત કરાશે. જેમા આજે પ્રેસ પ્રતિનિધિ અમરૂભાઈ બારોટનું પ્રેસ કલબ પ્રમુખ અને કથાના મુખ્ય યજમાન દિલુભાઈ વરૂ (હોટેલ કોહિનુર) સાથે કથાના તેમજ બાવળીયા પરિવાર વતી પરસોત્તમભાઈ વાવડીયા, પોપટભાઈ બાવળીયા, સામજીભાઈ વાઘેલા, મનજીભાઈ વાઘેલા અને ભીખાભાઈ દ્વારા અમરૂભાઈ બારોટનો સન્માન સમારંભ યોજાયો હતો.