ગુજરાત સ્ટેટ યોગાસનની રીધમીક પેરમાં ઇશીતા ચુડાસમા પ્રથમ નંબરે

127

નવેમ્બરના અંતમાં હરિદ્વાર ખાતે યોજાનાર ખેલો ઇન્ડિયા નેશનલ કોમ્પીટીશનમાં ભાગ લેવા જશે
સમગ્ર દેશમાં યોગ ક્ષેત્રે ભાવનગરનું મોટુ યોગદાન છે. ભાવનગરની દિકરીઓ યોગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે જેમાં તાજેતરમાં ૧૬ થી ૧૮ ઓક્ટોબર દરમિયાન કાયાવરોહણ મુકામે ગુજરાત સ્ટેટ યોગાસન સ્પોર્ટસ ચેમ્પિયનશીપ-૨૦૨૧ યોજાયેલ જેમાં અલગ-અલગ એઇઝ ગૃપના ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં સિધ્ધપુરિયા બારશાખ રાજપૂત સમાજની દિકરી અને ભાવનગરની સરદાર પટેલ ઇન્સ.ની એલ.જી. કાકડીયા સ્કૂલની વિદ્યાર્થીની કુ.ઇશિતા ધિરેન્દ્રસિંહ ચુડાસમાએ પણ ભાગ લીધો હતો અને રીધમીક પેરમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ચેમ્પિયન બની ભાવનગરને તથા શાળા અને સમાને ગૌરવ અપાવેલ છે. આગામી નવેમ્બરના અંતમાં હરિદ્વાર ખાતે ખેલો ઇન્ડિયાની યોજાનાર નેશનલ કોમ્પિટીશનમાં તેઓ ભાગ લેશે તે પૂર્વે તા.૨૫ નવેમ્બરથી પાંચ દિવસ માટે દિલ્હી ખાતે યોજાનાર તાલીમ કેમ્પમાં પણ ભાગ લેશે. ઇશિતા નેશનલ કક્ષાએ ચેમ્પિયન બની ભાવનગરનું ગૌરવ વધારશે તેવો વિશ્વાસ તેણીએ વ્યક્ત કર્યો છે.

Previous articleભાવનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું
Next articleપાલીતાણા માનવડ મોડેલ સ્કુલના ચાર વિદ્યાથી અને શિક્ષકનુ નાસા દ્રારા પ્રમાણપત્ર આપી વિશેષ સંન્માન કરાયું