ઢસા ગામે આવેલ આર.જે.એચ. હાઈસ્કુલ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬પથી વધુ રકતદાતાઓએ બ્લડ ડોનેટ કરી પોતાની સામાજીક નિષ્ઠા દર્શાવી હતી.
બોટાદ જીલ્લાના ઢસા જંકશન સ્થિત આર.જે.એચ. હાઈસ્કુલ ખાતે ભાવનગર બ્લ્ડ બેંકના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયે રોજ-બરોજ ઘટતી અકસ્માતોની ઘટના સાથે ભારે ગરમીના કારણે દર્દીઓ માટે લોહીની ભારે માંગ રહે છે. તદ્દઉપરાંત થેલેસેમિયા રોગથી પીડાતા વ્યકિતઓને પણ બ્લડની મોટા પ્રમાણમાં જરૂરિયાત ઉભી થતી હોય જે અન્વયે ઢસા તથા આસપાસના ગામોમાંથી સેવાભાવી વ્યકિતઓ તથા જાગૃત નાગરિકોએ રકતદાન કર્યું હતું અને ૬ર યુનિટ જેટલું લોહી ભાવનગર બ્લડ બેંકને આપવામાં આવ્યું હતું.