રાષ્ટ્રપતિના આગમન પૂર્વે તડામાર તૈયારી

109

આગામી તા,૨૯ ઓકટોબર ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,રાજ્યપાલ તથા મુખ્યમંત્રી સહિતનો કાફલો બીએમસી દ્વારા આયોજીત આવાસ યોજના ના ધારકોને લોકાર્પણ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેનાર હોય જે અન્વયે બીએમસી પોલીસ તથા વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ને અંતિમ રૂપ આપવામાં વ્યસ્ત બન્યાં છે. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત તથા મુખ્યમંત્રી ભૂપન્દ્ર પટેલ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજીત આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ અર્પણ કરવાનો કાર્યક્રમ નિર્ધારિત કર્યો હોય જે પ્રસંગે આ મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે ત્યારે આવાસ યોજના લોકાર્પણ કાર્યક્રમ માટે તંત્ર દ્વારા વિશાળ અને ભવ્ય ડોમનુ નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય કાર્યક્રમ લોકાર્પણ અન્વયે ની તૈયારીઓ હાલમાં અંતિમ ચરણમાં ચાલી રહી છે રાજ્ય ના મુખ્યમંત્રી ભૂપન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યાં બાદ પ્રથમવાર ભાવનગર પધારી રહ્યાં હોય આથી શહેર ભાજપ દ્વારા આ મહાનુભાવો ને આવકારવા તૈયારીઓ ચાલી રહી છે.

Previous articleપાલીતાણા માનવડ મોડેલ સ્કુલના ચાર વિદ્યાથી અને શિક્ષકનુ નાસા દ્રારા પ્રમાણપત્ર આપી વિશેષ સંન્માન કરાયું
Next articleતહેવારોમાં સફાઇની માંગ સાથે સિહોર કોંગ્રેસ દ્વારા આવેદન અપાયું