શહેરના સુભાષનગર વિસ્તારમાં BMC દ્વારા ધાર્મિક દબાણ હટાવા મુદ્દે મામલો બિચક્યો

115

સ્થાનિકોએ પોલીસને ટાર્ગેટ કરી પથ્થરમારો કરતાં માહોલ તણાવપૂર્ણ બન્યો
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં એરપોર્ટ રોડપર પુલ પાસે આવેલ ધાર્મિક દબાણો હટાવવા દબાણ હટાવ સેલ પહોંચતા સ્થાનિકોએ વિરોધ કરી પોલીસ પર પથ્થરમારો કરતાં ભારે ચકચાર મચી જવા પામી હતી અને ઘટના સ્થળે ડીવાયએસપી સહિતનો કાફલો તથા પોલીસ જવાનોના ધાડેધાડા ઉતારી કડક બંદોબસ્ત ગોઠવી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આગામી તા,૨૯ ઓક્ટોબર ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રી ગણ ભાવનગર આવનાર હોય જેમાં રાષ્ટ્રપતિ ના રૂટપર સુભાષનગર સ્થિત પુલ પાસે બે ધાર્મિક દબાણો હોય જેને હટાવવા કમિશ્નર મુકૂલ ગાંધી એ આદેશ કરતાં

બીએમસી ની દબાણ હટાવ સેલ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી જેમાં રાજવીર હનુમાનજી મંદિર તથા રખાદાદા નું મંદિર તોડવા જતાં સ્થાનિકોએ ઉગ્ર વિરોધ સાથે આ મંદિર ન પાડવા જણાવ્યું હતું પરંતુ ટીમ મક્કમ નિર્ધાર સાથે કાર્યવાહી હાથ ધરતા લોકો ના ટોળાં એ પોલીસ પર પથ્થરમારો કરતાં મામલો ગરમાયો હતો આ બનાવની જાણ પોલીસ અધિકારીઓ ને થતાં ડીવાયએસપી સહિત પોલીસ ના ધાડેધાડા ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને મુશ્કેટાટ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ઘટના ને પગલે સ્થાનિકોમા ભારે રોષ ફેલાયો હતો અને ઘટના સ્થળે રાજકીય અગ્રણીઓ વિશ્વહિંદુ પરિષદ બજરંગદળ સહિતના અગ્રણીઓ પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડવા પ્રયત્નો હાથ ધર્યા હતાં.

Previous articleરાષ્ટ્રપતિના આગમન પૂર્વે કાયદાનો દંડો ઉગામતુ તંત્ર
Next articleહિંદુ દેવી-દેવતાઓના ફોટાવાળા ફટાકડાનું વેચાણ ન કરવા માંગ