ભારતભરમાં જ્યાં દર વર્ષે હિન્દુ ધર્મનો મહાપર્વ એટલે કે દિવાળી ઉજવાય છે જેમાં હિન્દુ ધર્મના દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડા ફોડવામાં આવે છે. જેમાં ફટાકડાના ઉત્પાદકો હીન્દુ ધર્મના દેવી દેવતાઓના ફોટા અને નામનો ઉપયોગ દારૂખાનું તેમજ બોક્સ પર લગાવીને કરે છે. જેથી વીશાળ હિન્દુ સમુદાયની લાગણી દુભાય છે. તેથી ‘‘હિન્દુ દેવી-દેવતાઓના ફોટાઓવાળા તથા નામોવાળા ફટાકડાના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવા માટે’’ કલેક્ટરને જાહેરનામું બહાર પાડવા માટે આવેદનપત્ર પાઠવવાનું છે. આ અંગે હિન્દુ યુવા સંગઠનના જીલ્લા અધ્યક્ષ અશોકસિંહ જી. ગોહિલ તથા હિન્દુ યુવા સંગઠનના શહેર પ્રમુખ સંતોષભાઈ અરજાણીની સંયુક્ત યાદીમાં જણાવાયું છે કે દરેક હિન્દુ સંગઠનો અને હિન્દુ સમાજને સદર બાબતે તા.૨૭ને બુધવાર સાંજે ૪-૩૦ કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા માટે સમસ્ત હિન્દુ સમાજ, સાધુ સંતોને પણ જોડાવા આહવાન કરાયું છે.