રાજુલા-જાફરાબાદમાં નવ નિયુકત આરએફઓ રાજલબેન પાઠકે ચાર્જ સંભાળતા જ વન વિભાગના તમામ કર્મીઓની સૌપ્રથમ વાર લેફરાઈટ નાગેશ્રી ખાતે ફલેગમાર્ચ પર્યાવરણ પ્રેમીઓમાં ખુશીનો માહોલ ફેલાયો છે.
રાજુલા-જાફરાબાદ તાલુકાના નવ નિયુકત આરએફઓ રાજલબેન પાઠકે ચાર્જ સંભાળતાની સાથે જ પર્યાવરણ તેમજ સિંહોની રક્ષાકાજ બન્ને તાલુકાના તમામ વન કર્મીઓની સૌપ્રથમ લેફરાઈટ કરાવી નાગેશ્રી ખાતે સુરીંગબાપુ એજયુકેશન ટ્રસ્ટના ગૌત્તમભાઈ સુરીંગભાઈ વરૂ પ્રમુખ તથા સામાજીક કાર્યકાર મહેશભાઈ વરૂના માર્ગદર્શનથી હાઈસ્કુલના વિશાળ ગ્રા.ન્ડમાં તમામ વન કર્મીઓને પર્યાવરણ બાબતે તેમજ સિંહો તથા વન્ય પ્રાણીઓની સચોટ દેખરેખ જેમ કે વન વિભાગ દ્વારા કાળઝાળ ગરમીના માહોલમાં પીવાના પાણીની કુંડીઓ ન હોય ત્યાં બનાવવી જ એટલું નહીં તેને નિયમીત પાણીથી ભરવી કોઈ ખેડુતને વન્ય પ્રાણી પાણી માટે સિંહોથી કે દીપડા જેવા પ્રાણીઓથી થતા હુમલા જેનું કારણ વનય પ્રાણીઓ ને તેના પેટની લાઈ ખાવા અથવા પાણી પીવા માટે દર દર ભટકતા હોય છે અને ખેડુતો સિંહો કે દિપડા જેવા હિંસક પ્રાણીઓને કાઢી મુકવા પ્રયાસો કરતા સામા પડે છે. તો આ બાબતે તેમજ ખાસ પર્યાવરણ વીષે જાગૃતી લાવવા માર્ગદર્શન આરએફઓ રાજલબેન દ્વારા અપાયું ત્યારે ગૌત્તમભાઈ વરૂ ટ્રસ્ટીના નિવેદનમાં જણાવ્યં કે આજ સુધી આવા આરએફઓ રાજુલા – જાફરાબાદ તાલુકાને મળ્યા નથી રાજલબેનની પર્યાવરણ અને વન્યપ્રાણીઓ પ્રત્યેના પ્રેમ તે રીતે સર્વજનતામાં આવે તેવી કાર્ય પધધતિથી અમો ખુંશ થયા છે તેમજ આજે એટલે તા. ૬-પને રવિવારે રાજુલા શહેરમાં સ્વસ્તત્તા અભિયાન થનાર છે. તેનાથી અમો ખુશ થયા છીએ. કારણ રાજુલા શહેર તેમજ જાફરાબાદ શહેરને સમાટ સિટી બનાવવાની લગન ધરાવે છે. આ ભવ્ય અને સૌપ્રથમવાર વન પરેડમાં રાજલબેન પાઠકના અધ્યક્ષ સ્થાને તેમજ રાજયગુરૂ નાગેશ્રીના ફોરેસ્ટર રાઠોડભાઈ તથા અનિરૂધ્ધભાઈ વાળા સહિત તમામ રાઉન્ડ ફોરેસ્ટરો, તમાગાર્ડ ટ્રેકરો અને વન મિત્રોના બહોળી સંખ્યામાં હાજરી તેમજ હાઈસ્કુલના આચાર્ય પંડયા, પુરોહીતભાઈ સહિત સ્ટાફ તેમજ ગામ આગેવાનોમાં ઉપસરપંચ પ્રભાતભાઈ વરૂ સહિત આગેવાનોની હાજરીમાં વન પરેડ યોજાઈ હતી.