GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

109

RRB, PSI, GPSC
HTAT પરિક્ષાની
તૈયારી માટે

૩ર. ‘વિશાળે જગ વિસ્તરે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વન્સપતિ’ – પ્રખ્યાત પંકિતઓ કયા કવિની છે ?
– ઉમાશંકર જોષી
૩૩. ‘આનંદ મઠ ’ કોની વિખ્યાત નવલકથા છે ?
– બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
૩૪. ધીરાભગતના પદ કયા નામે ઓળખાય છે ?
– કાફી
૩પ. ગુજરાત પાઠય પુસ્તક મંડળનું સામયિક કયું છે ?
– બાલ સૃષ્ટિ
૩૬. વાડ થઈ ચીભડા ગળે એટલે શું ?
– રક્ષક જ ભક્ષક બને
૩૭. ‘ધન ધન એના માતા-પિતાને સફળ કરી એણે કાયા રે’ – રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો.
– દ્વન્દ્વ
૩૮. હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ – અલંકાર ઓળખાવો.
– સજીવારોપણ
૩૯. રે રે ! શ્રદ્ય્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે ?
– મંદાક્રાન્તા
૪૦. નીચેનો કયો અલંકાર ઉપમા અલંકાર ધરાવતો નથી ?
– ઉંઘતાને થાયે જગની જેલ
૪૧. નીચેનામાંથી હરિગીત છંદનું ઉદાહરણ કયું છે ?
– ચળકાટ તારો એ જ પણ તુજ ખુનની તલવાર છે
૪ર. બે વેણ કહેવા – રૂઢિપ્રયોગનો અર્થ…… થાય છે.
– ભલામણ કે ટકોર કરવી
૪૩. ‘પુનિત ’ શબ્દ માટેનો સમાનાર્થી કયો છે ?
– પવિત્ર
૪૪. ‘સાપને ઘેર સાપ પરોણો’ – કહેવતનો અર્થ……. થાય છે.
– સમાન ગુણવાળા સ્વભાવ હોય તો અકેબીજાના વ્યવહારમાં અનુકુળતા રહે.
૪પ. નીચે આપેલ શબ્દમાંથી શબ્દ જોડકું સમાનાર્થી છે ?
– વલોપાત- આક્રંદ
૪૬. ‘પરમાણે’- આ તળપદા શબ્દ માટેનુંશ શિષ્ટરૂપ કયું છે ?
– પ્રમાણે
૪૭. ‘આપણી ધ્રાણેન્દ્રિય સાબદી રહી છે ખરી?’
– વાકયમાંથી નિપાત શોધો – ખરી
૪૮. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ?
– પ્રતીતિ
૪૯. સુધિ છુટી પાડો : પવન ?
– પો + અન
પ૦. કર્તરી વાકય શોધો – ‘કુદરત દ્વારા વૃક્ષોની સંભાળ લેવાતી હતી.’
– કુદરત વૃક્ષોની સંભાળ લેતી હતી
પ૧. શિખરીણી છંદનું બંધારણ શું છે ?
– યમનસભલગા
પર. સંજ્ઞા ઓળખાવો – પીંખાય છે સુરમ્ય પાંખ પંખીની ?
– જાતિવાચક
પ૩. વાકયનું ક્રિયારૂપ કયો અર્થ સુચવે છે. – ‘વરસાદના દિવસો આવી ગયા. ’ ?
– નિર્દેશાર્થ
પ૪. શબ્દકોશનો સાચો ક્રમ કયો છે ?
– અમી, કંચન, ક્ષતિ, રતી
પપ. વર્ષાઋતુમાં વૃક્ષો પરથી સુરજને ખરતો જોઉ છું – લીટી દોરેલ શબ્દનો કૃદંત ઓળખાવો ?
– વર્તમાન કૃદંત
પ૬. માતા રસોઈ પીરસે છે. – પ્રેરક વાકય શોધો.
– માતા ભાઈ પાસે રસોઈ પીરસાવે છે
પ૭. કાવ્યમાં યતિ કોન કહેવાય ?
– કાવ્યમાં કયાંક વીરામ લેવાય તે
પ૮. સોનું અત્યારે સૌથી મોંઘી ધાતુ છે – રેખાંકિત શબ્દ માટે સંજ્ઞાના પ્રકાર જણાવો.
– દ્રવ્યવાચક
પ૯. હોશિયાર વિદ્યાર્થીને ઈનામ મળ્યું – રેખાંકિત શબ્દ કયા વિશેષણ માટે વપરાય છે ?
– ગુણવાચક
૬૦. વાર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ કયું છે ?
– કાકા કરીને સાદ કીધો, નવ સાંભળે બોલ
૬૧. સાચી જોડણી શોધો.
– ઝળઝળિયા
૬ર. મોકળું શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ આપો
– સાંકડું

Previous articleપેરા ઓલિમ્પિયન ભાવિના અર્જુન એવોર્ડ માટે નોમિનેટ
Next articleપેગાસસ જાસૂસીની તપાસ માટે ૩ સભ્યની કમિટી રચાઈ