૧પ ભાવનગર સંસદીય ક્ષેત્રના બોટાદ જિલ્લાના ગઢડા મુકામે પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્રનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર ભારત દેશમાં પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્રનું ઝારખંડના રાચીથી ઓનલાઈન લોન્ચિંગ કાર્યક્રમમાં સમાવિષ્ટ બોટાદ જિલ્લાના ગઢડામાં આત્મન ફાઉન્ડેશન અને કેર એજ્યુકેશન વેલ્ફેર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આજરોજ પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્રનો સાંસદ ડો.ભારતીબેન શિયાળની વિશેષ ઉપસ્થિતિમાં પીટીસી કોલેજ ગઢડા ખાતે પ્રારંભ થયેલ. જેમાં ગુજરાત પ્રદેશ કિસાન મોરચા અધ્યક્ષ બાબુભાઈ જેબલીયા, બોટાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ સુરેશભાઈ ગોધાણી, અલંગ યાર્ડના ચેરમેન ગીરીશભાઈ શાહ, તળાજા માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટર ડો.ધીરૂભાઈ શિયાળ, ગઢડા માર્કેટીંગ યાર્ડના ચેરમેન કિરીટભાઈ હુંબલ, આત્મન ફાઉન્ડેશનના પ્રમુખ હિતેશભાઈ પટેલ, મંત્રી અભિષેક એમ. ઓઝા સહિત વિશાળ સંખ્યામાં લોકો-આગેવાનો-કાર્યકરો હાજર રહ્યાં હતા.