ભાવનગર સ્કાઉટ ગાઈડ દ્વારા મનાલી ખાતે ટ્રેકીંગ કેમ્પ યોજાયો

1777
bvn652018-7.jpg

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ-ગાઈડ સંઘ તથા રોવર-રેન્જરની ટીમનો પુર્વ ભારત સ્થીત મનાલી ખાતે ટ્રેકીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ર૦ જેટલા સ્કાઉટ ગાઈડના જવાનોએ સફળતાપુર્વક ટ્રેકીંગ પુર્ણ કર્યું હતું. 
ભાવનગર જીલ્લા સ્કાઉટ ગાઈડ સંઘ તથા રોવર રેન્જર ગૃપ માટે ઉત્તરાખંડના મનાલી ખાતે સ્કાઈહાઈ સંસ્થાના સહયોગથી નેચર સ્ટડી તથા ટ્રેકીંગ પ્રોગ્રામનું મનાલીના કોઠી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેમ્પ બેજથી વશિષ્ઠ ટેમ્પલ, જોગણી વોટર ફોલ્સ, અંજની મહાદેવ, સોલાંગ વેલી, હીડીમ્બા ટૈમ્પલ, ગુલાબા સહિતના સ્થાનો પર ટ્રેકીંગ સાથે બિમાસ નદીના ટ્રેક પર કુદરતી સાનિધ્યનો ભરપુર આનંદ માણયો હતો. આ કાર્યક્રમમાં ગૃપ લીડર તથા સ્કાઉટ ગાઈડના ભરતસિંહ પરમાર સહિતના સભ્યોએ ટ્રેકર્સોને માર્ગદૃશન પુરૂ પાડયું હતું. અને સફળતાપુર્વક ટ્રેક પુર્ણ કર્યો હતો. 

Previous articleરાજ્યના મંત્રી વિભાવરીબેન દવે મહુવા ગ્રામ્યની મુલાકાતે
Next articleસરદારનગર સરકારી શાળાનો વાર્ષિકોત્સવ યોજાયો