રાત્રે બે કલાક જ ફટાકડા ફોડવાની સરકારની પરમિશન

80

ફટાકડાના ઓનલાઇન વેચાણ પર પ્રતિબંધ : રાત્રે ૮થી ૧૦ વચ્ચે ફટાકડા ફોડી શકાશે, નવા વર્ષે ૧૧ઃ૫૫થી ૧૨ઃ૩૦ સુધી ફટાકડા ફોડી શકાશે
ગાંધીનગર, તા.૨૯
રાજ્યમાં દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્ય સરકારનું ફટાકડા અંગેનું જાહેરનામું આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, રાત્રે ૮થી ૧૦ વચ્ચે ફટાકડા ફોડી શકાશે. નવા વર્ષે ૧૧ઃ૫૫થી ૧૨ઃ૩૦ સુધી ફટાકડા ફોડી શકાશે. ઓનલાઈન ફટાકડા વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વધુ પ્રદૂષણ ફેલાવતા ફટાકડા પર પ્રતિબંધ નાંખવામાં આવ્યો છે. લાયસન્સ ધારક વેપારીઓજ વેચાણ ફટાકડાનું વેચાણ કરી શકશે. જાહેર સ્થળો પર ફટાકડા ફોડી શકાશે નહીં. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ ફટાકડા ફોડવાને લઈને રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. જેથી દરેકે લોકોએ રાતે ૮ થી ૧૦ના સમયગાળામાં ફટાકડા ફોડવા પડશે, ગ્રીન ફટાકડા તેમજ માન્યતા પ્રાપ્ત ફટાકડા ફોડવા માટેની મંજૂરી આપવામાં આવી છે.
જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંઘ લાદી દેવામાં આવ્યો છે. સાથે જ ક્રિસમસ અને નૂતન વર્ષમાં રાતે ૧૧.૫૫ થી ૧૨.૩૦ સુધી ફટાકડા ફોડી શકાશે તેવું પણ જણાવવામાં આવ્યુ છે.
વધુમાં એમ પણ જણાવાયું કે, સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ જાહેર રસ્તા પર દારૂખાનું નહીં ફોડી શકાય. ઓછું પ્રદુષણ અને ઓછાં અવાજ કરે તેવાં જ ફટાકડાની પરવાનગી અપાઇ. લાયસન્સ ધરાવનારા વેપારીઓ જ ફટાકડાનું વેચાણ કરી શકશે. સુપ્રીમ કોર્ટ ગુરૂવારે સ્પષ્ટતા કરી હતી કે ફટાકડાં ફોડવા બાબતે તેના દ્વારા મૂકવામાં આવેલો પ્રતિબંધ એ કોઇ ચોક્કસ સમુદાય વિરૂદ્ધ નથી પરંતુ આનંદની આડમાં નાગરિકોના અધિકારોનુ ઉલ્લંઘન કરવાની અમે મંજૂરી આપી શકીએ નહીં. ગ્રીન ફટાકડા રાષ્ટ્રીય અભિયાન્કિ્‌ષક સંશોધન સંસ્થાએ શોધ્યા છે. દેખાવમાં આ ફટાકડા સામાન્ય ફટાકડા જેવાજ હોય છે. સાથેજ ગ્રીન ફટાકડાનો અવાજ પણ સામાન્ય ફટાકડા જેવો હોય છે. ઉપરાંત આ ફટાકડા ૫૦ ટકા પ્રદુષણ ઓછું ફેલાવે છે. જેમા સામાન્ય ફટાકડા કરતા અલગ મટિરિયલ વાપરવામાં આવે છે. આ ફટાકડાથી ધૂમડો પણ ઓછો થાય છે અને નુકસાનકારક ગેસ પણ ઓછો પેદા થાય છે. સાથે જ વાતાવરણમાં સુગંધ પણ પ્રસરી જાય છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleશક્તિકાંત દાસનો કાર્યકાળ ૩ વર્ષ માટે વધારવામાં આવ્યો