દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૩૪૮ લોકો સંક્રમિત થયા

98

છેલ્લા ૨૪ કલાકમાં ૮૦૫ લોકોના મોત : દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૩ કરોડ ૪૨ લાખ ૪૬ હજાર ૧૫૭ કેસ નોંધાયા છે, મૃત્યુઆંક ૪૫૭૧૯૧ થયો
નવી દિલ્હી,તા.૨૯
દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ ૧૯)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૪ હજાર ૩૪૮ નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે ૮૦૫ લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક ૪ લાખ ૫૭ હજાર ૧૯૧ થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩ હજાર ૧૯૮ લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ ૬૧ હજાર ૩૩૪ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૩ કરોડ ૪૨ લાખ ૪૬ હજાર ૧૫૭ કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં ૩ કરોડ ૩૬ લાખ ૨૭ હજાર ૬૩૨ લોકો સાજા થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગઈકાલે દેશમાં કોરોનાના ૭૪ લાખ ૩૩ હજાર ૩૯૨ ડોઝ આપવામાં આવ્યા હતા. જે બાદ દેશમાં અત્યાર સુધીમાં ૧૦૪ કરોડ ૮૨ લાખ ૯૬૬ લોકોને રસી આપવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ કહ્યું છે કે ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે ૧૨ લાખ ૮૪ હજાર ૫૫૨ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ ગઈકાલ સુધીમાં કુલ ૬૦ કરોડ ૫૭ લાખ ૮૨ હજાર ૯૫૭ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Previous articleરશિયામાં ૨૪ કલાકમાં કોરોના વાયરસથી ૧૧૫૯નાં મોત થયા
Next articleફેસબુકને હવે Metaથી ઓળખવામાં આવશે