01 નવેમ્બર, 2021થી ટિકિટનું બુકિંગ શરૂ થશે
આગામી દિવાળી પર્વ નિમિત્તે ભાવનગર રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને દિવાળી, છઠના તહેવારોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર અને બાંદ્રા વચ્ચે ભાવનગર-બાંદ્રા-ભાવનગર સ્પેશિયલ ટ્રેન (09454/09453) દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09454/09453 ભાવનગર-બાંદ્રા-ભાવનગર સ્પેશિયલ, ટ્રેન નંબર 09454 ભાવનગર–બાંદ્રા સ્પેશિયલ 04 અને 11 નવેમ્બર, 2021 (ગુરુવારે) બપોરે 14.50 વાગ્યે ભાવનગર ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે 06.00 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09453 બાંદ્રા–ભાવનગર સ્પેશિયલ 05 અને 12 નવેમ્બર, 2021 (શુક્રવાર)ના રોજ 09.15 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને તે જ દિવસે 23.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સૂરત, વાપી અને બોરીવલી સ્ટેશને બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ હશે. આ વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડશે. ટ્રેન નંબર 09454/09453 ભાવનગર-બાંદ્રા-ભાવનગરનું બુકિંગ 01મી નવેમ્બર, 2021ના રોજ નિયુક્ત PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. તેમ વરિ.મંડલ વાણિજ્ય પ્રબંધક માશૂક અહમદએ જણાવ્યું હતું.