ભાવનગરના કાજાવદર ગામે વાડીમાં આગ લાગતાં 150 મણના મગફળીનો જથ્થો બળીને ખાક

117

મગફળીનો જથ્થો સળગીને સ્વાહા જતાં ખેડૂતને અંદાજે રૂપિયા દોઢથી બે લાખનું નુકશાન થયું
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કાજાવદર ગામે સિમમા આવેલી એક વાડીમાં આગ લાગતાં ખુલ્લો પડેલો મગફળીનો જથ્થો બળીને ખાખ થઇ જતાં ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ આગમાં અંદાજીત રૂપિયા દોઢથી બે લાખ જેટલું આર્થિક નુકસાન ખેડૂતને થયું છે. સિહોર તાલુકાના કાજાવદર ગામે રહેતા અને ગામની સીમમાં વાડી ધરાવતા નાથા દેવસંગ મોરીએ આ વર્ષે ચોમાસામાં પોતાની વાડીમાં મગફળીનું વાવેતર કર્યું હતું જેમાં આ ખરીફ પાક લણી સિંગના પાથરા ખુલ્લી જગ્યામાં સુકવવા માટે મૂક્યા હતાં. જેમાં આજરોજ સવારે કોઈ આકસ્મિક કારણોસર મગફળીના જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી.મગફળીમાં આગ લાગતાં ખેડૂત પરીવારે આગ ઓલવવાની ખૂબ કોશિષ કરી હતી. પરંતુ વિકરાળ આગ જોતજોતામાં 150 મણના જથ્થામાં પ્રસરી ગણતરીના સમયમાં જથ્થો સળગીને સ્વાહા થઈ ગયો હતો. જેને પગલે ખેડૂતને અંદાજે રૂપિયા દોઢથી બે લાખ જેવી રકમની નુકસાની થવા પામી છે.

Previous articleદિવાળી પર્વ નિમિત્તે તા. 4 અને 11 નવેમ્બરના રોજ ભાવનગર અને બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે
Next articleભાવનગરના પ્રસિદ્ધ રાજપરા ખોડિયાર માતાના મંદિરે વિધાનસભાના અધ્યક્ષે દર્શન કર્યા, મહુવા ખાતે મોરારીબાપુ સાથે સત્સંગ કરી આશિર્વાદ લેશે